Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

કોરોનાના કારણોસર જાપાનનો વર્ષો જૂનો વાર્ષિક ફ્લાવર ફેસ્ટિવલ રદ કરવામાં આવ્યો

નવી દિલ્હી: જાપાનનો 73 લાખની વસતી ધરાવતો પ્રાંત સાઈતામા. શરદ ઋતુ શરૂ થતાં જ દર વર્ષે દેશભરમાંથી લોકો અહીં ફરવા પહોંચે છે. કારણ અહીંના પાર્ક અને જંગલોમાં ખીલતાં ફૂલો, જેને સ્પાઇડર લિલી કહેવાય છે. જોકે આજુબાજુના થોડા ઘણા લોકો જ આ પાર્કની મુલાકાતે આવી રહ્યા છે પણ ભીડ વધશે તો કોરોનાના ચેપને અટકાવવા 50 લાખ સ્પાઈડર લિલીનાં ફૂલ ઉખાડી નાખવામાં આવી શકે છે. ગોનેન્ડો પાર્કની દેખરેખ કરનારા હિરોતો જણાવે છે કે કોરોનાને લીધે વાર્ષિક ફ્લાવર ફેસ્ટિવલ રદ કરાયો છે. આ ફેસ્ટિવલ ઓક્ટોબરથી શરૂ થાય છે જે આશરે બે અઠવાડિયાં સુધી ચાલે છે. આ ફેસ્ટિવલમાં દર વર્ષે આશરે 20 લાખ લોકો આવતા હતા પણ આ વર્ષે પ્રાંતના મોટા ભાગના પાર્ક ખાલીખામ છે. જોકે સારી વાત એ છે કે ખાલી પડેલા પાર્ક કોઈ સ્વર્ગથી ઓછાં નથી જણાઈ રહ્યાં. હાલના સમયે પાર્કમાં લાલ, ગુલાબી સહિત અનેક રંગોનાં ફૂલો ખીલ્યાં છે.

(5:08 pm IST)