Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

રશિયાના દરિયા કિનારે અગમ્ય કારણોસર એકસાથે અસંખ્ય જીવો મૃત્યુ પામતા અરેરાટી મચી જવા પામી

નવી દિલ્હી: પ્રશાંત મહાસાગરમાં આવેલી અવાચાની ખાડીના ૯૫ ટકા સજીવો મોતને ભેટયા હતા. રશિયાના દરિયાકાંઠે મૃત સમુદ્રી સજીવોનો ગંજ ખડકાયો હતો. ક્યા કારણથી એકસામટા આટલા સજીવો મૃત્યુ પામ્યા તે અંગે સ્પષ્ટતા થઈ ન હતી. રશિયાના કાંઠે અસંખ્ય સજીવોનાં મોત થયા છે. આખો દરિયાકાંઠો મૃત સજીવોના અવશેષોથી છલકાઈ ગયો છે. અવાચાની ખાડીના ૯૫ ટકા સમુદ્રી જીવો મૃત્યુ પામ્યાની અટકળ વિજ્ઞાાનિકોએ કરી હતી.

               નિષ્ણાતોના મતે કંઈક ભેદી પદાર્થ સમુદ્રના પાણીમાં ભળવાથી સજીવોના મોત થયા હશે. તે અંગે તપાસ થઈ રહી છે. કોઈ સ્પષ્ટ કારણ જાણવા મળ્યું ન હતું. રશિયામાં અત્યાર સુધીની આ સૌથી મોટી સમુદ્રી કટોકટી છે. અગાઉ ક્યારેય રશિયાના કાંઠે આવું જોવા મળ્યું ન હતું. ઓક્ટપસથી લઈને સીલ માછલી સહિતના સજીવોના મૃતદેહોથી આખો કાંઠો ઉભરાઈ ગયો છે. એની તસવીરો વાયરલ થઈ ગઈ હતી. પ્રકૃતિ પ્રેમીઓએ તાત્કાલિક આ ઘટનાની તપાસ કરવાની માગ કરી હતી.

(5:10 pm IST)