Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

અમેરિકાએ બેઇજિંગ પર લગાવી દીધો પ્રતિબંધ

નવી દિલ્હી: અમેરિકાના વિદેશ મંત્રાલયે હોંગકોંગમાં રાજકીય અધિકારોને દબાવવાના મુદ્દે ચીનના વધુ ચાર અધિકારીઓ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી. અમેરિકાએ હોંગકોંગમાં રાષ્ટ્રીય સુરક્ષા કાયદાનો અમલ કરવામાં તેમની ભૂમિકા માટે આ અધિકારીઓ પર પ્રતિબંધ મૂક્યો છે, કારણ કે અમેરિકા આ કાયદાને અભિવ્યક્તિની સ્વતંત્રતા અને વિપક્ષની રાજનીતિને અત્યંત કડક દમન તરીકે જુએ છે.

    સોમવારનો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે હોંગકોંગના 19 લોકશાહી તરફી સાંસદોએ કહ્યું છે કે જો બેઇજિંગ તેમાંથી એકને ગેરલાયક ઠેરવે છે તો તેઓ શહેરની ધારાસભા પરિષદમાંથી મોટી સંખ્યામાં રાજીનામું આપશે. પુષ્ટિ વગરના અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું કે ચીનની નેશનલ પીપલ્સ કોંગ્રેસની સ્થાયી સમિતિ તેમાંથી ચારને ગેરલાયક ઠેરવવાની તૈયારી કરી રહી છે. અમેરિકાએ હોંગકોંગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કેરી લામ સહિત કેટલાક અધિકારીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. અમેરિકાએ ઓગસ્ટ મહિનામાં કેરી લામ અને વર્તમાન અને ભૂતપૂર્વ પોલીસ વડાઓ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પર પ્રતિબંધ મૂક્યો હતો.

(5:41 pm IST)