Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

થઇ જજો સાવધાન: ખિસકોલી સહીત ઉંદરોના કારણોસર થઇ શકે છે આ બીમારી

નવી દિલ્હી: કોરોના વાયરસ એ વિશ્વ માટે વધુ એક ખરાબ સમાચાર છે. મોંગોલિયામાં, 38 વર્ષીય વ્યક્તિનું એક એવાં બેક્ટેરિયાથી મૃત્યુ થયું છે, જે અત્યંત જોખમી છે. આ બેક્ટેરિયા ખિસકોલી અને ઉંદરને કારણે આ વિસ્તારમાં ફેલાયો છે. મોંગોલિયામાં જુલાઈથી અત્યાર સુધીમાં આ રોગને કારણે 3 લોકોનાં મોત નીપજ્યાં છે.આ રોગથી પહેલા પણ સમગ્ર વિશ્વમાં લાખો લોકોના મોત થઈ ચૂક્યા છે. આ જીવલેણ રોગનો વિશ્વમાં ત્રણ વખત હુમલો થયો છે. પ્રથમ વખત તેણે 5 કરોડની હત્યા કરી, બીજી વખત યુરોપની વસ્તીના ત્રીજો ભાગ અને ત્રીજી વખત, 80 હજાર લોકોના જીવ લીધા હતા. હવે ફરી એકવાર આ રોગ ચીન, મોંગોલિયા અને નજીકના દેશોમાં વિકસી રહ્યો છે.

                     થોડા મહિના પહેલા અમેરિકામાં આ મામલો સામે આવ્યો હતો.આ રોગનું નામ છે બ્યુબોનિક પ્લેગ(Bubonic Plague).આ બિમારીને કારણે મંગોલિયાનાં ખોવ્સગોલ પ્રાંતમાં 38 વર્ષનો શખ્સ થોડા દિવસોથી તાવથી પિડીત હતો. હોસ્પિટલમાં તેને રેસ્પિરેટર પર રાખવામાં આવ્યો હતો. પરંતુ તે શ્વાસ લેવાની મુશ્કેલી અને કાર્ડિયોવાસ્કુલર સમસ્યાઓને કારણે મૃત્યુ પામ્યો હતો.આ પછી તરત જ, આ વ્યક્તિના સંપર્કમાં આવેલા 25 લોકોની તપાસ કરવામાં આવી. જો કે, તેમનામાં ચેપ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. મંગોલિયામાં અગાઉ બ્યૂબોનિક પ્લેગને કારણે વધુ બે લોકોનાં મોત થયા છે. જુલાઈમાં, ગોવિ-અલ્તાઇ પ્રાંતમાં એક 15 વર્ષિય બાળક. બીજા ખોડ પ્રાંતમાં ઓગસ્ટમાં એક 42 વર્ષનો માણસનું મોત થયુ છે.નેશનલ સેન્ટર ફોર કમ્યુનિકેબલ રોગોએ કહ્યું છે કે મંગોલિયાના 21 માંથી 17 પ્રાંતોમાં બ્યુબોનિક પ્લેગ થવાનું જોખમ છે. આ વર્ષે અત્યાર સુધીમાં બ્યુબોનિક પ્લેગના 18 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જોકે, ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. ચીનમાં, બ્યુબોનિક પ્લેગને કારણે બે લોકોનાં મોત નીપજ્યાં.

(6:23 pm IST)