Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

વિશ્વમાં કોરોના વાયરસની રસી પહોંચાડવા માટે અંદાજે 8હજાર જમ્બો જેટની જરૂર પડી શકે છે:આઈએટીનું તારણ

નવી દિલ્હી: ધ ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (આઈએટીએ)ના વડા એલેક્ઝાન્ડર જુલિયાકે કહ્યું હતું કે દુનિયાભરમાં રસી પહોંચાડવાનું કામ આ સદીનો સૌથી મોટો પડકાર હશે. રસી પહોંચાડવા માટે ઓછામાં ઓછા 8000 જમ્બો જેટની જરૂર પડશે. આઈએટીએના વડાએ કહ્યું હતું કે અત્યારથી એ દિશામાં પ્રયાસો શરૂ કરાયા છે.

            કોરોનાની વેક્સિન શોધવાનો જેટલો પડકાર છે એટલો જ પડકાર તેને દુનિયાભરમાં પહોંચાડવાનો પણ હશે. આઈએટીએના વડાના કહેવા પ્રમાણે દુનિયાના બધા જ દેશોમાં જો સમયસર વેક્સિન પહોંચાડવી હશે તો ઓછામાં ઓછામાં 8000 જમ્બો જેટની જરૂર પડશે. બોઈંગ 747 પ્રકારના 8000 વિમાનો રસીની ડિલિવરી કરશે ત્યારે માંડ બધા દેશો સુધી વેક્સિન પહોંચશે.

 

(6:25 pm IST)
  • ગોંડલના કોલીથડ ગામ પાસે હડમતાળા એક જ દિવસમાં 6 પોઝિટિવ કેસ નોંધાતા ગામ સ્વયંભૂ બંધ: હડમતાળા ગામના સરપંચે કહ્યું 2000ની વસ્તી ધરાવતા ગામમાં એક જ દિવસમાં છ કેસ નોંધાતા ગામમાં આગામી તા, 15 સુધી તમામ દુકાનો બંધ રહેશે access_time 9:58 pm IST

  • દેશમાં કોરોના બેફામ બન્યો : નવા રેકોર્ડબ્રેક 97,654 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 1202 લોકોના મોત :રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કુલ કેસની સંખ્યા 46,57,379 થઇ : 9,57,787 એક્ટીવ કેસ : વધુ 81,455 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 36,21,438 રિકવર થયા :વધુ 1202 લોકોના મોત સાથે મૃત્યુઆંક 77,506 થયો access_time 12:28 am IST

  • અબડાસાના પ્રાંત અધિકારીની બદલી:મોરબીના પ્રાંત અધિકારી એસ.જે.ખચરની અબડાસાના પ્રાંત અધિકારી તરીકે નિમણૂક access_time 10:45 pm IST