Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

ફ્રાંસનો જોરદાર કિસ્સોઃ ભીખમાં મળેલ લોટરીની ટિકિટે ચાર બેઘર લોકોને લખપતિ બનાવ્યા

પેરિસ,તા. ૧રઃ  આશરે ૩૦ વર્ષની ઉંમરનાં ચાર લોકો બ્રેસ્ટનાં વેસ્ટર્ન પોર્ટ સિટીની એક લોટરી શોપની બહાર ભીખ માંગતા હતા. જયાંથી એક વ્યકિતએ એક યૂરોની ટિકિટ લીધી હતી અને તેમને ભીખમાં આપી દીધી હતી.

ફ્રેંચ લોટરી ઓપરેટર એફડીજેએ જણાવ્યું કે, એક વ્યકિતએ ચારેય ભિખારીને દાનમાં એક લોટરીનું સ્ક્રેચ કાર્ડ આપ્યું. જેની અંદર આ ચારેયને ૫૦૦૦૦ યુરો એટલે કે ૪૩ લાખ રુપિયા કરતા પણ વધારેની રકમ ઇનામમાં મળી છે. ઓપરેટરે એક નિવેદનમાં કહ્યું કે,જયારે પાંચ યુવકોએ પાંચ યૂરોની નહીં પરંતુ ૫૦ હજારની જીતની જાણ થઇ તો તેઓ હેરાન થઇ ગયા. તેઓનો આનંદ સમાતો જ ન હતો. આ લોકોએ જેકપોટને સરખા ભાગે વહેંચી દીધો હતો. એક પ્રવકતાએ એએફપીને જણાવ્યું કે, આ લોકો ગૂંગા હતા. આ લોકોએ કહ્યું કે, આ રુપિયાનું શું કરીશું તે હજી વિચાર્યું નથી. પરંતુ આ શહેર છોડવું છે એટલું જ વિચાર્યું છે.

થોડા મહિના પહેલા લોટરીનો રસપ્રદ કિસ્સો કોલકાતામાં પણ બન્યો હતો. કોલકાતાના દમદમ વિસ્તારમાં શાકની દુકાન ચલાવતા સાદિકે તેની પત્ની અમીના સાથે નવા વર્ષના એક દિવસ પહેલાં લોટરીની ૫ ટિકિટ ખરીદી હતી. ૨ જાન્યુઆરીએ લોટરીની જાહેરાત થઈ ત્યારે સાદિક સાથે શાક વેચતા કેટલાક દુકાનદારોએ તેને કહ્યું કે, તેને કોઇ ઈનામ નથી લાગ્યું.

નિરાશ થયેલ સાદિકે તેની ટિકિટો કચરાપેટીમાં નાખી દીધી. બીજા દિવસે સવારે તે બજારમાં ખરીદી કરવા ગયો તો લોટરી વેચનાર દુકાનદારે તેને તેની ટિકિટ વિશે પૂછ્યું અને કહ્યું તેને એક કરોડનું ઈનામ મળ્યું છે.

(12:57 pm IST)