Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

આર્થિક વિજ્ઞાનનો 2020નો નોબલ પુરસ્કાર આ બે અર્થશાસ્ત્રીઓને આપવામાં આવશે

નવી દિલ્હી: આર્થિક વિજ્ઞાનનો 2020નો નોબલ પુરસ્કાર પોલ આર. મિલગ્રોમ અને રોબર્ટ બી. વિલ્સનને આપવામાં આવ્યું છે. આ બંને અર્થશાસ્ત્રીઓને તેમની "નીલામીની સિદ્ધાંતમાં સુધારણા અને નવા નીલામી બંધારણોની શોધ બદલ" આ સન્માન આપવામાં આવ્યું છે. પુરસ્કાર સમિતિએ જણાવ્યું હતું કે હરાજીના સિદ્ધાંતમાં સુધારો કરવા અને નવા હરાજીના બંધારણોની શોધ કરવા માટે અમેરિકન અર્થશાસ્ત્રીઓનું કાર્ય પ્રશંસાનીય છે.

           72 વર્ષીય મિલગ્રોમ સ્ટેનફોર્ડ વિશ્વવિદ્યાલયમાં માનવિકી અને વિજ્ઞાનના પ્રોફેસર છે. 83 વર્ષીય વિલ્સન સ્ટેનફોર્ડમાં એડમ્સના પ્રતિષ્ઠિત પ્રોફેસર, એમેરિટસ છે. ઇટ-સિમેન્ટ-રેતી અને સ્ટિલ વગર સસ્તામાં બનાવી શકો છો મકાન, જાણો નવી ટેકનોલોજી વિશે નોબેલ સમિતિએ કહ્યું કે તેમની શોધએ દુનિયાભરના વિક્રેતાઓ, ખરીદારો અને કરદાતાઓને લાભ પહોંચાડ્યો છે. આ જોતા વિજેતાઓ દ્વારા વિકસિત હરાજી પ્રોરુપોનો ઉપયોગ રેડિયા આવૃતિઓ, માછલી પકડવાના કોટા અને હવાઇ અડ્ડાના લેન્ડિંગ સ્લોટ વેચવા માટે કરવામાં આવ્યો છે.

(6:09 pm IST)