Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

વધતા કોરોના કેસને ધ્યાનમાં રાખીને અમેરિકાની સરકાર પણ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે કોરોના ટેસ્ટ ફરજીયાત કરી શકે છે

નવી દિલ્હી: અમેરિકામાં કોરોનાના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યા છે, તમામ મોરચે લડવા છતાં સરકાર કોરોનાને કંટ્રોલ કરવામાં નિષ્ફળ બની રહી હોય તેવું લાગી રહ્યું છે. કોરોનાને કાબુ કરવા માટે સ્થિતિ નિયંત્રણ બહાર જતી હોય હવે સરકાર વધારે કડક નિયમો અમલમાં લાવવાની તૈયારી કરી રહી છે. આજ શ્રેણીમાં હવેયુ.એસ. તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે કોરોના ટેસ્ટ ફરજિયાત બનાવી શકે છે.

       વોલ સ્ટ્રીટ જનરલે રિપોર્ટમાં અંગેની માહિતી આપી છે. આંતરરાષ્ટ્રીય મુસાફરોના યુ.એસ. ઉડાન પૂર્વે અમેરિકન સરકાર કોરોના અંગેના નકારાત્મક અહેવાલને આદેશ આપી શકે છે.અમેરિકન સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન આજે આદેશ આપી શકે છે અને તે 26 જાન્યુઆરીથી લાગુ થશે. નોંધનીય છે કે યુ.એસ.માં કોરોનાનાં 20 કરોડથી વધુ કેસ નોંધાયા છે અને 376,000 લોકોનાં મોત નીપજ્યાં છે. અમેરિકા કોરોના દ્વારા વિશ્વનો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે.

 

(5:56 pm IST)