Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

1400વર્ષ જુના આ ઝાડ પર ખીલે છે સોનાના પાંદડા

નવી દિલ્હી: એક સમયની વાત છે બીરબલ દરબાર છોડીને ચાલ્યો ગયો. અકબર આ વાતથી ચોંકી ગયા, જ્યારે અકબરે પુછ્યું ત્યારે કોઈકે તેમને કહ્યું કે બીરબલ ખેતી કરે છે અને તે પણ હીરાની. આ વાત સાંભળી રાજાએ બીરબલને દરબારમાં હાજર થવા આદેશ કર્યો. બીરબલ દરબારમાં હાજર થયા.

           અકબરે પૂછ્યું કે શું આ સાચું છે કે તમે હીરાની ખેતી કરી રહ્યા છો? બીરબલે કહ્યું હા, તે સાચું છે. જો તમારે હીરાની ખેતી જોવાની હોય, તો તમારે સવારે ખેતરમાં આવવું પડશે. ત્યારપછી અકબર એક સવારે બીરબલના ખેતરમાં ગયા. ત્યાં ઉભો પાક હતો. રાજાએ કહ્યું કે આ ઘઉંનો પાક છે. ત્યારે બીરબલે આંગળી પરની ઝાકળનું ટીપું લીધું અને અકબરને કહ્યું કે આ હીરો છે. એટલે કે પાક જ હીરો છે. હવે તમને જણાવીએ આવા જ એક ઝાડ વિશે જે કીમતી છે. આ ઝાડની તસવીરો ટ્વીટર પર શેર થયા બાદ ખૂબ વાયરલ થઈ છે. આ ઝાડ 1400 વર્ષ જૂનું છે. પરંતુ તેની ચર્ચા તેના દેખાવના કારણે શરુ થઈ છે. આ વૃક્ષની પાંદડી એકદમ સોના જેવી જણાય છે. આ વૃક્ષ ચીનમાં છે અને તેના પાંદડા એટલા સોનેરી છે કે સોશિયલ મીડિયા પર તેને સોનાના પાંદડા તરીકે ગણવામાં આવી રહી છે. જો કે આ પાંદડાની તસવીરો ખૂબ સુંદર જણાય છે.

(6:24 pm IST)