Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

પૂર્વ સીરિયામાં ઈરાન સમર્થક સૈન્ય છાવણી પર ઇઝરાયલના સેનાએ એરસ્ટ્રાઇક કરતા અનેક લોકો મોતને ભેટ્યા હોવાની માહિતી

નવી દિલ્હી  : પૂર્વ સીરિયામાં ઇરાન સમર્થક સૈન્ય છાવણ અને હથિયાર ડેપો પર ઇઝરાયલી સેનાએ કરેલી એર સ્ટ્રાઇકમાં અનેક લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. ઇઝરાયલએ બુધવાર સવારે સીરિયા પર એર સ્ટ્રાઇક કરી હતી. અંગે માહિતી આપતા અમરિકાના ગુપ્ત વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે અમેરિકા પાસેથી મળેલી ખાસ જાણકારીના આધારે એરસ્ટ્રાઇક કરવામાં આવી

       સીરિયાની સરકારી સમાચાર એજન્સી મુજબ એર સ્ટ્રાઇકમાં ઇરાક સરહદ સાથે જોડાયેલા ડેર એલ જોર, મયાદીન અને બુકમાલ સહિત આસપાસના વિસ્તારોને નિશાનો બનાવવામાં આવ્યા હતા. અંગે બ્રિટન સ્થિત સંસ્થા સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્મુમન રાઇટ્સ મુજબ એર સ્ટ્રાઇકમાં સાત સીરિયન નાગરિકો સહિત 23 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા.

(3:50 pm IST)