Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

તો આ કારણોસર આફ્રિકામાં ગાયની પાછળ બનાવવામાં આવી રહી છે આંખ

નવી દિલ્હી: આ સાંભળવામાં કોઈ અટકચાળા કે ટિખળ જેવું લાગે પણ વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું છે કે ગાયોની પાછળના ભાગે બે મોટી આખો ચીતરી દેવાથી તેને સિંહ અને બીજા શિકારી પશુઓથી બચાવવામાં મદદ મળી શકે છે.અહેવાલ પ્રમાણે સંશોધકોએ આફ્રિકાના બોત્સ્વાનામાં પશુપાલકો સાથે મળીને આના ઉપર કામ કર્યું.

તેમણે જેમના ઉપર સિંહોના વારંવાર હુમલા થતા હોય તેવી ગાયોનાં 14 ઝૂંડોમાંની ગાયોની પાછળ આ પ્રકારે આંખો ચીતરી. વૈજ્ઞાનિકોએ દરેક ધણમાંની ત્રીજા ભાગની ગાયોના પાછળના ભાગે આ રીતે એક આંખનું ચિત્ર દોર્યું.અન્ય ત્રીજા ભાગની ગાયોની પાછળ સામાન્ય ક્રૉસ માર્કનું ચિહ્ન કર્યું અને બાકીની ગાયોને કોઈ પણ ચિહ્ન વિના રહેવા દીધી.

 

               અભ્યાસના અગ્રણી વૈજ્ઞાનિકોમાંના એક એવા ઑસ્ટ્રેલિયામાં યુનિવર્સિટી ઑફ ન્યૂ સાઉથ વૅલ્સના નીલ જોર્ડને કહ્યું, "સિંહો એવાં શિકારી પશુઓ છે જે પીછો કરીને શિકાર કરવા પર આધાર રાખે છે અને આથી આવું કોઈ આશ્ચર્યકારક તત્ત્વ તેમને શિકાર પડતો મૂકી દેવા વિશે વિચારવા તરફ દોરી જઈ શકે,"

(6:24 pm IST)