Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

અફઘાનિસ્તાનના નાગરિકોને વિઝા નિયમોમાં છૂટછાટ આપશે પાકિસ્તાન

નવી દિલ્હી:પાકિસ્તાને અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ,બિઝનેસ મેન,દર્દીઓ માટે વિઝા પોલિસીમાં છૂટ આપવાનો નિર્ણય કર્યો છે તેમજ  તાત્કાલિકમાં તેનો અમલ પણ કરવામાં આવશે જેવું જાણવામાં આવી રહ્યું છે. આ નવી  પોલિસી હેઠળ પાકિસ્તાનથી અફઘાનિસ્તાનમાં મોટી સંખ્યામાં લોકોને રાહત મળશે જે બિઝનેસ,અભ્યાસ તેમજ મેડિકલ સુવિધાઓ લેવા ઈચ્છે છે.

             મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અફઘાન નાગરિકોને વધારે સુવિધાઓ આપવા માટે પાકિસ્તાન સરકાર પ્રતિબંદ્ધ છે. વિઝા સિસ્ટમમાં છૂટછાટ આપવાનું મુખ્ય કારણ વ્યાપારીઓને દેશમાં બોલાવવાનું  માલુમ પડી રહ્યું છે.

(6:25 pm IST)