Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

ફ્રાંસમાં એક એવું શહેર કે જયાં બેંકથી લઈને રેસ્ટોરન્ટ સુધી કપડાં પહેર્યા વિના જ પહોંચી જાય છે લોકો : ચૂકવવો પડે છે નગ્નતા ટેકસ

બેંકમાં પણ લોકો કપડા પહેર્યા વગર પહોંચે છે અને કોઈ રોકતું નથી

પેરિસ,તા.૧૪: ફ્રાન્સમાં એક એવી જગ્યા છે જયાં લોકો કપડા પહેર્યા વગર ફરતા જોવા મળશે. લોકો આ સ્થળને 'નેકેડ સિટી'તરીકે પણ ઓળખે છે. ફ્રાન્સના દક્ષિણમાં દરિયા કિનારા વિસ્તારમાં Cap D’Agde – AKA આમ તો પ્રકૃતિની સુંદરતા માટે પ્રખ્યાત છે, પરંતુ આ સ્થળ શ્નએડલ્ટ ટુરીઝમ પ્લેસલૃતરીકે પણ માન્યતા પ્રાપ્ત કરી છે.

આ દરિયાકાંઠાના વિસ્તારમાં, તમે શેરીઓમાં રેસ્ટોરાં અને શોપિંગ મોલથી લઈને સલુન્સ સુધી કપડાં વગરના લોકો જોવા મળશે. આ કારણોસર તેને 'નેકેડ સિટી'પણ કહેવામાં આવે છે. બેંકમાં પણ લોકો કપડા પહેર્યા વગર પહોંચે છે અને કોઈ રોકતું નથી.આ સ્થળ નેચરલ માટે -પ્રકૃતિવિદોની પ્રથમ પસંદ હતી પરંતુ હવે આ સ્થળ મનોરંજન માટે વધુ ઓળખાવા લાગ્યું છે. અહીં નગ્ન ફરવા પર કોઈ પ્રતિબંધ નથી, આની આડમાં, આ સ્થળે જાતીય પ્રવૃત્ત્િ।ઓનો વેગ વધ્યો છે. અહીં રેવ પાર્ટીથી લઈને સ્વિંગર્સ પાર્ટીનું ચલણ ખૂબજ વધ્યું છે. આ કારણોસર, અહીં સેકસવર્કરો અને એડલ્શ શોપની ભરમાર થઈ ગઈ છે. આ બધા કારણોસર આ સ્થાનને એકસ-રેટેડ માનવામાં આવે છે.

સ્થળ પર આવી પ્રવૃત્ત્િ।ઓનો ઇતિહાસ જૂનો છે. એક રિપોર્ટ મુજબ અહીં ૧૯૫૮ થી એક રિસોર્ટમાં 'ન્યુડિસ્ટ કેમ્પસાઇટ'અસ્તિત્વમાં છે, પરંતુ ૧૯૭૦ ના દાયકા સુધીમાં આ જ રિસોર્ટના માલિકોએ સમગ્ર વિસ્તારને 'નેકેડ વિલેજ'તરીકે વિકસાવવાની યોજના પર કામ કરવાનું શરૂ કર્યું. હાલના સમયમાં તમને ૨ કિમીના લાંબા સમુદ્ર કિનારે તમને કપડા વિનાના જ સ્ત્રી પુરુષો જોવા મળશે. અને દ્યણી બધી ભીડ પણ હોય છે.

આ રિસોર્ટ પર કોઈ પણ મફતમાં ફરવા જઈ શકતું નથી, પરંતુ તેના બદલે 'નેકેડ ટેકસ'ચૂકવવો પડે છે. આખા બીચનું ચક્કર લગાવવા માટે ૬ પાઉન્ડ ચૂકવવા પડે છે. પરંતુ જો કોઈને આ દરમિયાન કોઈ ખરાબ હરકત કરી તો ભારે દંડ પણ લાગી શકે છે. પ્રકૃતિવાદી આદર્શોને ધ્યાનમાં રાખીને ૧૩ લાખ ૨ હજારથી વધુ દંડની જોગવાઈ છે.

રિપોર્ટ અનુસાર ૨૦૦૫ પહેલા અહીંનું વાતાવરણ સારું હતું. ૨૦૦૫ પછી બદલાવ શરૂ થયો. જયારે બાર અને નાઇટકલબની સંખ્યા વધવા લાગી તે સાથે અહીંનું વાતાવરણ પણ બગડ્યું. ત્યારથી, 'સેકસ ટુરિઝમ'માં તેજી આવી છે. મોટી પાર્ટીઓ અને ભારે ભીડને કારણે, આ સ્થળ પણ ગયા વર્ષથી કોરોના પ્રકોપનો સામનો કરી રહ્યું છે. હાલમાં અહીં ઘણાં બધા પ્રતિબંધો છે.

(10:11 am IST)