Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

૭૩૭ મેકસ વિમાન દુર્ઘટનાગ્રસ્ત બનતા ૪૮થી વધુ ઓર્ડરો કેન્સલઃ જુના ઓર્ડરો પડતા મુકાયા

મેકસના બે વિમાનો દુર્ઘટનાગ્રસ્ત થતાં ૩૪૬ લોકોના મોત થયા હતા, બાદ કંપનીને ગયા મહિને પોલીસ એરલાઇન તરફથી ઓર્ડર મળ્યો હતો

વોશિંગ્ટન :.. વિમાનો બનાવનાર કંપની બોઇંગ સપ્ટેમ્બરમાં એક પણ મેકસ વિમાન વેચવામાં અસફળ રહી છે. ૭૩૭ મેકસ વિમાનો દુર્ઘટનાગ્રસ્ત થવાથી પણ તેની મુશ્કેલીઓ પહેલાથી જ વધેલી છે. આ ઉપરાંત કોવિડ-૧૯ મહામારીના કારણે યાત્રા પ્રતિબંધોના લીધે પણ કંપની ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે.

કંપનીએ કહયું કે સપ્ટેમ્બરમાં ત્રણ મેકસ વિમાનોના ઓર્ડર કેન્સલ થઇ ગયા છે. તો ૪૮ વધુ મેકસ વિમાનોના ઓર્ડર પણ કેન્સલ થયા છે કેમ કે કંપની ગ્રાહકો સાથે તેનો સોદો પાકો કરવા બાબતે અનિશ્ચીત છે. બોઇંગે આ વર્ષે ૬૭ ઓર્ડરોનું બુકીંગ કર્યુ હતું પણ તેને ૪૪૮ મેકસ વિમાનોના ઓર્ડર કેન્સલ થવાની મુશ્કેલી ઉઠાવવી પડી છે. સાથે જ ૬૦ર જૂના ઓર્ડરો પણ પડતા મુકવા પડયા છે. ૭૩૭ મેકસ બોઇંગના સૌથી વધુ વેચાતા વિમાન હતા પણ માર્ચ ર૦૧૯ માં તેના ઉડ્ડયનો રોકી દેવા પડયા હતાં. તેનું કારણ એ હતું કે બે મેકસ વિમાનો દુર્ઘટનાગ્રસ્ત થતા ૩૪૬ લોકો માર્યા ગયા હતાં. ત્યાર પછીથી કંપનીને મેકસનો પહેલો ઓર્ડર ગયા મહીને પોલીસ એરલાઇન તરફથી મળ્યો હતો. કંપનીને આશા છે કે આ વર્ષના અંત સુધીમાં મેકસને ફરીથી લીલીઝંડી મળી જશે.

(6:47 pm IST)