Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

વિશ્વના ટોચના આર્થિક મહાસત્તામાંના એક સિંગાપોરમાં સતત ત્રીજા ત્રિમાસિકગાળામાં ઘટાડાનો દર જોવા મળ્યો

નવી દિલ્હી: વિશ્વના ટોચના આર્થિક મહાસત્તામાંના એક સિંગાપોરના અર્થતંત્રમાં સતત ત્રીજા ત્રિમાસિકગાળામાં ઘટાડાનો દોર યથાવત જોવા મળ્યો છે પરંતુ, મહદઅંશે અર્થશાત્રીઓ રિકવરીની પણ આશા સેવી રહ્યાં છે.

આજે આવેલ ત્રીજા કવાર્ટરના સિંગાપોરના જીડીપીના આંકડા અનુમાન કરતા ખરાબ રહ્યાં છે. સિંગાપોરનું અર્થતંત્ર જુલાઈ-સપ્ટેમ્બર કવાર્ટરમાં 7% ઘટ્યું છે. મિનિસ્ટરી ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીએ બહાર પાડેલ રીપોર્ટમાં કહ્યું છે કે દેશનો વિકાસ દર -7% રહ્યો છે,જ્યારે રોઈટર્સના પોલમાં -6.8%ના ઘટાડાનું અનુમાન સેવાઈ રહ્યું હતુ.

જોકે કવાર્ટરલી સિઝનલી એડજસ્ટેડ ડેટા જોઈએ તો જુલાઈ-સપ્ટેમ્બરમાં સિંગાપોરનું અર્થતંત્ર 7.9% વધ્યું છે, આમ રિકવરી જોવા મળી શકે છે પરંતુ, જો કોરોના ઉથલો મારશે અને વૈશ્વિક વેપાર-અર્થતંત્ર આહત થશે તો ફરી સિંગાપોરમાં રિકવરીની આશા ધૂંધળી બની શકે છે.

(6:26 pm IST)