Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

ઓએમજી....ફક્ત એક જ પ્રવાસી માટે ખોલવામાં આવ્યું પેરુમાં આવેલ પર્યટન સ્થળ

નવી દિલ્હી: ક્યારેય એવું સાંભળ્યું કે જોયું છે ખરા કે, કોઈ એક વ્યક્તિ માટે સમગ્ર અજાઈબીને ખોલવામાં આવી હોય? અજાઈબી તો શું કોઈ પર્યટન સ્થળ પણ કોઈ એક વ્યક્તિ માટે ખૂલતું નથી. પણ પેરૂમાં આવેલું પર્યટન સ્થળ અને અજાઈબીને માત્ર એક વ્યક્તિ માટે ખોલવામાં આવી છે. પેરૂમાં આવેલા પર્યટન સ્થળ પર માત્ર એક વ્યક્તિને જવા માટેની પરવાનગી આપવામાં આવી છે.

           મહામારી કોરોના વાયરસને કારણે જાપાનના એક વ્યક્તિએ જણાવ્યું કે, પેરૂમાં આવેલું પર્યટન સ્થળ અને અજાઈબી માચુપિચું લોકડાઉન બાદ ફરી ખોલવામાં આવ્યું છે. પણ માત્ર એક વ્યક્તિ માટે. જેસી કાત્યામાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક સુમસાન જગ્યા પર પોતાનો ફોટો પોસ્ટ કર્યો હતોપૃથ્વી પરનો પહેલો એવો વ્યક્તિ જે લોકડાઉન બાદ માચુંપિચુંમાં ગયો હોય તે હું છું. તેમણે કુસ્કોના સ્થાનિક પ્રવાસ વિભાગના ફેસબુક પર પોસ્ટ કરેલા વીડિયોમાં એવું પણ કહ્યું કે, વાસ્તવમાં એક આશ્ચર્યજનક છે! ધન્યવાદ. કાત્યામાએ પ્રાચીન ખંડરનગર સાથે પર્વતારોહણ અંગે પણ વાતચીત કરી છે. જે હજારો પ્રવાસીઓને આકર્ષિત કરે છે. પણ કોરોના વાયરસને કારણે માર્ચ મહિનાથી સ્થળ બંધ કરી દેવામાં આવ્યું હતું. સ્થાનિક મીડિયા તરફથી મળતા રિપોર્ટ અનુસાર નારા તરીકે ઓળખાતા જાપાની કુશ્તીબાજ અને ટ્રેનર માર્ચ મહિનાથી અહીં પેરૂમાં ફસાયા હતા. થોડા દિવસ પહેલા તેમણે પર્યટન સ્થળ માટે ટિકિટ લીધી હતી. સમયે ઈમરજન્સી લાગુ કરી દેવામાં આવી હતી. પછી તેમણે ત્રણ દિવસ અહીં રોકાવવા માટે યોજના બનાવી હતી.

(6:27 pm IST)