Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

નોર્થ કોરિયાના તાનાશાહે બનાવી કિલર ડોલ્ફિનની સેના

નવી દિલ્હી: ઉત્તર કોરિયાના ભેજાગેપ તાનાશાહ કિમ જોંગ મહાવિનાશક મિસાઈલો અને અણુ બોમ્બ બનાવ્યા બાદ આજકાલ કિલર ડોલ્ફિનની સેના બનાવવામાં વ્યસ્ત છે. ઉત્તર કોરિયા પણ હવે અમેરિકાની જેમ ડોલ્ફિન માછલીઓનો ઉપયોગ દરિયામાં બીછાવાતી માઈન્સ નષ્ટ કરવા માટે દુશ્મન દેશના ડાઈવર્સને ખતમ કરવા માટે કરવા માંગે છે.સેટેલાઈથી મળેલી તસવીરોના આધારે નિષ્ણાતોનુ કહેવુ છે કે, ઉત્તર કોરિયા ડોલ્ફિન સેના તૈયાર કરી રહ્યુ છે.

        હાલમાં અમેરિકાની સેના ડોલ્ફિન માછલીઓને આ પ્રકારની તાલિમ આપવાની કાબેલિયત ધરાવ છે.આ માછળીઓ ટોરપીડોની ઓળખ કરવામાં પણ સક્ષમ છે.અમેરિકા પોતાના નેવલ બેઝ સાન ડિયાગોમાં લાંબા સમયથી ડોલ્ફિન માછલીઓને પ્રશિક્ષણ આપી રહ્યુ છે.તેમને વિયેતનામ અને ફારસની ખાડીમાં તૈનાત પણ કરવામાં આવી છે.

(6:34 pm IST)