Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

ફિલિપાઇન્સમાં ત્રાટકેલા વાવાઝોડાએ 40 લોકોના જીવ લીધા

નવી દિલ્હી: ફિલિપાઇન્સ (Philippines) માં શકિતશાળી 'વામકો' વાવાઝોડું ત્રાટક્યું. આ વાવાઝોડામાં 40 લોકોનાં મોત થયા છે. અત્યાર સુધીમાં 3.5 લાખ લોકોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે. 11 દિવસની અંદર ફિલિપાઇન્સમાં ત્રીજું વાવાઝોડું ત્રાટક્યું છે. મનીલાના આજુબાજુના અનેક ગામો કાદવ અને કાટમાળમાં ફેરવાઈ ગયા. હજારો લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને પાણીનું સ્તર પણ ઘટી ગયું છે.

            મનીલા અને તેની આજુબાજુના વિસ્તારોમાં 38 લાખ મકાનોમાં અંધારપટ છવાઇ ગયો છે. 2,70,000 મકાનોને નુકસાન થયું છે. વધુ પાણી ભરાઇ ગયેલા વિસ્તારમાં ફસાયેલા લોકોને સેનાએ બહાર કાઢ્યા હતાં. વામકો વાવાઝોડું ચાલુ વર્ષનું વિશ્વનું સૌથી શક્તિશાળી વાવાઝોડું છે. વાવાઝોડુ વામકોને કારણે મરીકિના શહેર અને રિઝાલ પ્રાંતમાં સૌથી વધારે નુકસાન થયું છે.

(6:35 pm IST)