Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

ઇન્ડોનેશયામા સુલાવેસી દ્વિપમા 6.2ની તીવ્રતાનો ભૂકંપ : 7 લોકોના મોત: 100થી વધુ લોકો ઘાયલ

કંપનુ કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે; મજાને શહેરથી 6 કિલોમીટર દુર ઉત્તર-પૂર્વમા

જકાર્તા :ઇન્ડોનેશિયાના સુલાવેસી દ્વિપમા આજે ભૂકંપના આંચકા આવ્યા છે, જેમા લગભગ 7 લોકોની મોત થઇ છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે. ઇન્ડોનેશિયાની એક એજન્સીએ આપેલી માહિતી અનુસાર ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ 6.2 છે. ભુકંપનુ કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે છે.

ભૂકેપનુ કેન્દ્ર મજાને શહેરથી 6 કિલોમીટર દુર ઉત્તર-પૂર્વમા જણાવવામા આવી રહ્યુ છે. ભૂકંપના આંચકા લગભગ 7 સોકન્ડ સુધી મહેસુસ થયા હતા, પરંતુ ભૂકંપ પછી સુનામીને લઇને કોઇ એલર્ટ જાહેર કરવામા આવ્યુ નથી. આ પહેલા ગુરૂવારના પણ દેશના કેટલાક ભાગોમા ભૂકંપના આંચકા મહેસુસ થયા છે.

આ પહેલા પણ ઇન્ડોનેશિયામા વર્ષ 2004 અને 2018મા ભીષણ ભૂકંપ આવ્યો હતો. વર્ષ 2018મા પણ 7.5ની તીવ્રતાનો ભૂકંપ સુલાવેસી દ્વિપ પર આવ્યો હતો, જેમા લગભગ 4300 લોકોની મૃત્યુ થઇ હતી, જયારે ઇન્ડોનેશિયામા 26 ડિસેમ્બરમા આવેલા ભૂકંપની તીવ્રતા 9.1 હતી, અને આ દરમ્યાન 2.22 લાખ લોકોની મોત થઇ હતી.

પૃથ્વીની અંદર 7 પ્લેટસ છે, જે સતત ફરતી રહે છે. જ્યાં આ પ્લેટ એકબીજા સાથે ટકરાય છે, ત્યાં જોન ફોલ્ટ લાઇન કહેવાય છે. વારંવાર ટકરાવાને કારણે પ્લેટસના ખૂણા વળી જાય છે. જયારે વધુ દબાણ બને ત્યારે પ્લેટસ તુટી જાય છે અને નીચેની એનર્જી બહાર આવવાનો રસ્તો શોધે છે, ફરી આ ડિસ્ટબન્સના કારણે ભૂકંપ આવે છે.

(12:20 pm IST)