Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

કોરોનાની બીજી લહેરથી વધ્યું ટેન્શન : ફ્રાંસમાં લગાવાયો કર્ફયુ

પેરીસ તા. ૧૫ : યુરોપમાં કોરોના વાયરસની બીજી લહેર જોવા મળી રહી છે. ફ્રાંસમાં કોરોના વાયરસના કેસ વધતા સરકાર ચોંકી ઉઠી છે. જેના કારણે પેરિસ સહિત ૯ શહેરમાં કર્ફયુ લાદવામાં આવ્યો છે.

રાષ્ટ્રપતિએ જાહેરાત કરી છે કે શનિવારથી ૯ શહેરોમાં રાત્રે ૯ થી સવારે ૪ સુધી કર્ફયુ રહેશે. જે દરમિયાન લોકોએ ઘરમાં જ રહેવું પડશે.

ફ્રાંસમાં ગઇકાલે ૨૨૯૫૧ નવા કેસ સામે આવ્યા હતા. અત્યાર સુધીમાં ૩૨ હજારથી વધુ લોકોના મોત થયા છે.

(11:34 am IST)