Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

ચીને વિસ્ફોટકથી સજ્જ આત્મઘાતી ડ્રોનની ફોજ તૈયાર કરી

નવી દિલ્હી: ભારત અને અમેરિકા સહિત સંખ્યાબંધ દેશો સાથે ટકરાવ ઈચ્છતા યુધ્ધખોર ચીને હવે વિસ્ફોટકોથી સજ્જ આત્મઘાતી ડ્રોનની એક આખી ફોજ તૈયાર કરી છે. ડ્રોનને એક ટ્યુબમાંથી જે રીતે મિસાઈલ લોન્ચ કરે તે રીતે લોન્ચ કરાય છે.તેને હળવા વાહન અને હેલિકોપ્ટર પર પણ ગોઠવી શકાય છે.ચીનની ડ્રોનની આખી ફોજ દુનિયાભરની સેનાઓ માટે ચિંતાનો વિષય બની રહી છે.ચીન દ્વારા તેનુ ગયા મહિને સફળ પરિક્ષણ કરવામાં આવ્યુ છે.

2017માં ચીને 120 આવા ડ્રોન એક સાથે ઉડાવ્યા હતા અને પછી 200 ડ્રોનને ઉડાવીને બતાવ્યા હતા.આત્મઘાતી ડ્રોનનુ નામ સીએચ-901 હોવાનુ બહાર આવ્યુ છે.તેમાં ટાર્ગેટની ઓળખ કરવા એક સેન્સર લગાવાયુ છે.ચીને ડ્રોનને લોન્ચ કરવા માટે જે લોન્ચર બનાવ્યુ છે તેમાંથી એક સાથે 48 ડ્રોન લોન્ચ કરી શકાય છે.વિડિયોમાં જોઈ શકાય છે કે એક સાથે 11 ડ્રોન ઉડી રહ્યા છે અને ચીની સેનાનો એક જવાન તેને એક ડિવાઈસ વડે હુમલો કરવા અને રસ્તો બદલવા માટે કંટ્રોલ કરી રહ્યો છે.ડ્રોનની અંદર લગાડેલા કેમેરા થકી પહેલા નિરિક્ષણ કરીને ટાર્ગેટની ઓળખ થઈ શકે છે.જો કેમેરા ઈન્ફ્રારેડ હોય તો ડ્રોન રાતના સમયે પણ હુલમો કરવા સક્ષમ હશે.જાણકારોનુ કહેવુ છે કે, ડ્રોનની ટેકનોલોજી ઘણી આધુનિક લાગે છે.ચીન ડ્રોન આર્મી તૈયાર કરી ચુક્યુ છે અથવા તો તૈયાર કરવાની બહુ નજીક છે.

(5:40 pm IST)