Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

પોલીસે જાહેર અભદ્રતાનો ગુન્હો નોંધ્યો

કોરોનાકાળમાં પાદવું એ પણ ગુનો ! પોલીસની સામે જોરથી ગેસ છોડ્યો અને લાગ્યો ૪૫,૦૦૦નો દંડ

લંડન,તા. ૧૬: ઓસ્ટ્રિયાથી એક એવો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે કે તમને જાણીને નવાઈ લાગશે. અહીં એક વ્યકિત પર ૪૫ હજારનો દંડ લાગ્યો કારણ એ હતું કે તે વ્યકિતએ પોલીસ સામે જોરથી ગેસ છોડ્યો. એટલે કે પાદ્યો.

 ઓસ્ટ્રિયાથી એક એવો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે કે તમને જાણીને નવાઈ લાગશે. અહીં એક વ્યકિત પર ૪૫ હજારનો દંડ લાગ્યો કારણ એ હતું કે તે વ્યકિતએ પોલીસ સામે જોરથી ગેસ છોડ્યો. એટલે કે પાદ્યો. કહેવાય છેકે વ્યકિત વિએના શહેરના એક પાર્કમાં પોતાના મિત્રો સાથે બેઠો હતો. આ દરમિયાન ત્યાં પોલીસ અધિકારી રૂટિન ચેકિંગ માટે પહોંચ્યા અને તેની સાથે વાતચીત કરવા લાગ્યા. આ દરમિયાન વ્યકિતએ ગેસ છોડ્યો.

ડેઈલી મેઈલના રિપોર્ટ મુજબ પોલીસને જોઈને વ્યકિત પાર્કમાં રાખેલી બેન્ચ પર ઊભો થઈ ગયો અને પછી જાણી જોઈને અધિકારીઓ સામે જ તેમની તરફ જોરથી Fart કર્યું. ત્યારબાદ પોલીસ અધિકારીઓએ તેના પર જાહેરમાં અભદ્રતાનો ગુનો નોંધી દંડ ફટકાર્યો.  

ત્યારબાદ વ્યકિતએ દંડને ખોટો ઠેરવતા ઓસ્ટ્રિયાની એક કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો. તેમાં તર્ક અપાયો કે પેટ ફૂલવું અને ગેસ નીકળવો એક જૈવિક પ્રક્રિયા હતી. પછી ભલે તે એક જાણી જોઈને કરાયેલું કાર્ય હોય. પરંતુ અભિવ્યકિતની સ્વતંત્રતા માટે તેને મૌલિક અધિકાર તરીકે સ્વીકારવામાં આવવું જોઈએ.

જૂન ૨૦૨૦ની આ ઘટનાની સુનાવણી અનેક મહિના સુધી ચાલી અને આખરે કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો. પોતાના ચુકાદામાં વ્યકિતને થોડી રાહત આપતા દંડની રકમ ૫૦૦ યુરો (લગભગ ૪૫ હજાર રૂપિયા)થી દ્યટાડીને ૧૦૦ યુરો (લગભગ ૯૦૦૦  રૂપિયા) કરવામાં આવી.  

આ ચુકાદો કોર્ટે વ્યકિતની નાણાકીય હાલત અને ગત અપરાધિક રેકોર્ડ પર વિચાર કરીને આપ્યો છે. પોતાના ચુકાદામાં કોર્ટે એમ પણ કહ્યું કે ગેસ છોડવો સમાજમાં સ્વીકાર્ય છે પરંતુ આમ છતાં અભિવ્યકિત તરીકે શાલીનતાની સરહદોને પાર કરે છે.

(10:44 am IST)