Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી મ્રુતકઆંક 6 લાખ સુધી પહોંચ્યો

નવી દિલ્હી: કોરોના વાયરસથી દુનિયામાં સૌથી વધુ અસરગ્રસ્ત અમેરિકામાં સ્થિતિ એટલી ખરાબ થઈ છે કે જેની અસર વતર્ઈિ રહી છે. અહીં કોરોનાના લીધે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 6 લાખને પાર થઈ ગઈ છે. જોકે એવું પણ કહેવાય છે કે અહીં રસીકરણના લીધે મૃત્યુઆંકમાં મોટો ઘટાડો નોંધાયો છે. અમેરિકામાં મૃત્યુઆંક 5 લાખથી 6 લાખ પહોંચતા 113 દિવસનો સમય લાગ્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બાઈડને ટ્વિટ કરીને જણાવ્યું કે, કોવિડ-19ના કારણે 6 લાખ લોકોનો જીવ ગયો છે. જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે, મારી સંવેદનાઓ તેમની સાથે છે. મને ખ્યાલ છે કે ખાલીપો તમને ખાવા દોડી રહ્યો છે, પરંતુ એક સમય આવશે કે તેમની યાદ તમારી આંખોમાં આંસુ લાવે તે પહેલા તે તમારા હોઠો પર હાસ્ય લાવી દેશે.

દુનિયામાં કોરોનાથી સંક્રમિત દેશોમાં સૌથી વધુ અસર અમેરિકામાં થઈ છે, અહીં જે રીતે 5થી 6 લાખ મોતનો આંકડો પહોંચતા 113 દિવસનો સમય લાગ્યો તે પ્રમાણે એ પહેલા 4થી 5 લાખ મોત થતા 35 દિવસ થયા હતા. મૃત્યુની ગતિમાં થયેલા ઘટાડાનું કારણ રસીકરણ મનાય છે. જાન્યુઆરી દરમિયાન અમેરિકામાં કોરોના પીક પર હતો. અમેરિકામાં ભલે કોરોનાની ગતિમાં ઘટાડો થયો હોય પરંતુ અત્યાર સુધીમાં સૌથી વધુ મોત અહીં જ થયા છે.

 

(6:16 pm IST)