Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

અફઘાનિસ્તાન સહીત પાકિસ્તાનમાં પોલીયોની રસી આપવા જતા કર્મચારીઓ પર ઇસ્લામિક સ્ટેટના આતંકીઓનો હુમલો

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં શિયા મુસ્લિમો પર હુમલા વધ્યા છે, જેની પાછળ મુખ્ય હાથ ઇસ્લામિક સ્ટેટ આઇએસનો હોવાનું સામે આવ્યંુ છે. સુન્નીઓના આતંકી ગુ્રપ આઇએસ વિરૂદ્ધ હાલ અફઘાનિસ્તાન સરકાર દ્વારા અભિયાન ચલાવાઇ રહ્યું હોવાથી તેઓ છુપાઇને હુમલા કરવા લાગ્યા છે અને સ્વાસ્થ્ય ક્ષેત્રે કામગીરી કરી રહેલા નિર્દોશોનો ભોગ લઇ રહ્યા છે.

અફઘાનિસ્તાનમાં ગયા વર્ષે પોલિયોના 54 નવા કેસો સામે આવ્યા હતા, હજુ પણ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પોલિયો મુક્ત જાહેર નથી થઇ શક્યા. જેમાં સૌથી મોટો અવરોધ આતંકીઓ છે.

જેઓ પોલિયોની રસી આપવા આવતી મહિલાઓ સહિતના કાર્યકર્તાઓની હત્યાઓ કરી રહ્યા છે. હાલ જલાલાબાદમાં આવી જ એક ટીમના ચાર સભ્યોની હત્યા કરી દેવામાં આવી હતી. ગત માર્ચ મહિનામાં પણ આઇએસએ પોલિયો ટીમ સાથે જોડાયેલી ત્રણ મહિલાઓની હત્યા કરી દીધી હતી.

(6:17 pm IST)