Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

વુહાનમાં સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડતા નજરે પડયા

નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોનાના આતંક માટે ચાઇનાની વુહાન ખાતેની લેબમાંથી લીક થયેલા વાયરસને જવાબદાર ગણવામાં આવે છે અને આ અંગે અમેરીકી સરકારે તો લાખો ડોલરના ખર્ચે તપાસ એજન્સી પણ નીમી દીધી છે અને અમેરીકા જાસૂસો તથા વૈજ્ઞાનિકો સત્ય બહાર લાવવા પ્રયત્ન કરે છે ત્યારે વુહાનમાં હાલમાં જ એક યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં 11 હજાર જેટલા વિદ્યાર્થીઓ એકત્ર થયા હતા અને ત્યાં સોશ્યલ ડિસ્ટન્સ તો શું તમામ વચ્ચે એક ઇંચનું પણ અંતર ન હતું. યુનિવર્સિટીના સમારોહ સ્થળે જબરો સમારોહ યોજાયો હતો અને ગ્રેજયુએશન સેરેમની તમામે માણી હતી. સામાન્ય રીતે વર્ષા અંતે આ પ્રકારના સમારોહ યોજાય છે પરંતુ કોરોનાએ શેડયુલ ખોરવી નાખ્યુ છે. ગત વર્ષે આ સમારોહ યોજાયો તે સમયે ઓછામાં ઓછા વિદ્યાર્થીઓને આમંત્રીત કરાયા હતા અને સૌને માસ્ક ફરજીયાત પહેરાવ્યા હતા.

(6:20 pm IST)