Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

ફેસ માસ્ક નહીં પહેરો તો કોરોનાગ્રસ્ત શબની કબર ખોદવાનો દંડ થાય છે ઇન્ડોનેશિયામાં

જાકાર્તા, તા.૧૬: કોરોનાને કારણે લગભગ વિશ્વભરમાં બહાર નીકળતી વખતે મોં પર માસ્ક પહેરવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. કયાંક માસ્ક ન પહેરવા માટે રૂપિયાનો દંડ કરવામાં આવે છે તો કયાંક નાની મોટી સજા. જોકે ઇન્ડોનેશિયાના ઇસ્ટ-જાવામાં સ્થાનિક ઓથોરિટીએ નવો ફતવો બહાર પાડયો છે અને ફતવા મુજબ લગભગ આઠ જણને સજા પણ કરી છે. ઇસ્ટ-જાવાના ગાબેટન નામના ગામમાં માસ્ક પહેર્યા વગર બહાર નીકળી પડેલા લોકોને કબ્રસ્તાનમાં કબર ખોદવાની પનિશમેન્ટ થાય છે. કોરોનાને કારણે મૃત્યુ પામેલા દર્દી માટે કબર ખોદવાનું કામ કરવાની સજા ભોગવીને કદાચ લોકોને માસ્કની ઉપયોગિતા સમજાઇ જશે એવી ધારણા કરવામાં આવી રહી છે. એ જિલ્લાના અધિકારીનું કહેવું છે કે હાલમાં તેમને ત્યાં કબર ખોદનારા માત્ર ત્રણ જ જણ છે. કોરોનાથી થતા મોતને કારણે આ લોકો રોજિંદા કામમાં પહોંચી વળી શકતા નથી એટલે જે લોકો માસ્ક પહેર્યા વિના નીકળી પડે છે તેમને સજા રૂપે કબર ખોદવાનું કામ કરાવવામાં આવે છે.

(10:21 am IST)