Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

આફ્રિકાના દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ગેરકાયદેસર સોનાની ખાણ ડૂબવાના કારણોસર 50 લોકોના મૃત્યુથી અરેરાટી

નવી દિલ્હી: આફ્રિકાના દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ગેરકાયદેસર સોનાની ખાણ ડૂબવાના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ અકસ્માતમાં 50 લોકોનાં મોત નીપજ્યાં છે. એક એનજીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સોનાની ખાણ વરસાદના કારણે ડૂબી ગઈ હતી.

              સોનાની ખાણ ડૂબી જવાને કારણે ત્યાં કાર્યરત 50 કામદારોને જીવતા દટાઈ ગયા હતા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારે વરસાદને કારણે દક્ષિણ કીવુ પ્રાંતના કમિતુગા નજીક સોનાની ખાણ બપોરના 3 વાગ્યે તૂટી પડી. આ ઘટનામાં, ખાણમાં કામ કરતા મજૂરોમાંથી એક જ બચ્યો છે, અન્યને તમામ જીવતા દફન થયા. ગયા વર્ષે ઓક્ટોબરમાં સોનાની ખાણમાં ભૂસ્ખલનને કારણે 16 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જૂન 2019 માં, તાંબુ અને કોબાલ્ટ ખાણમાં થયેલા ભૂસ્ખલનમાં 43 મજૂરોને જીવંત દફનાવવામાં આવ્યા હતા.

(5:41 pm IST)
  • આલેલે... છ મહિનામાં ચીનાઓએ કોઈ ઘૂસણખોરી કરી નથી : ગૃહ બાબતોના મંત્રાલયે રાજયસભામાં જણાવ્યુ હતું કે ભારત - ચીન સરહદે છેલ્લા ૬ મહિના દરમિયાન કોઈ જ ઘૂસણખોરીનો બનાવ બન્યો નથી access_time 11:17 am IST

  • ચીનના જાસૂસી કાંડ મામલે તપાસ :ચીની કંપનીના જાસૂસી કાંડ મામલે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સમન્વયકના વડપણ હેઠળ કમિટીની રચના :30 દિવસમાં માંગ્યો રિપોર્ટ access_time 1:03 am IST

  • ડ્રગ્સ રેકેટ મામલે સંસદમાં ચર્ચા બાદ આજે રાજ્યસભા જયા બચ્ચને કહ્યું કે, હું રવિ કિશનની વાત સાથે સહેમત, યુવાનોને ડ્રગ્સની લતથી બચાવવાની જરૂર: પરંતુ સમગ્ર બોલીવુડને દોષ આપવો ખોટો છે access_time 1:04 am IST