Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

નેપાળમાં ફરી એકવાર 5.4ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: નેપાળમાં વધુ એકવાર આજે સવારે ભૂકંપના ઝટકા આવ્યા હતા અને રિકટર સ્કેલ પર તેની તીવ્રતા 5.4 ની નોંધાઇ હતી.સિંધુપાલ ચોક જિલ્લાના રામચેમાં ભૂકંપનું કેન્દ્ર રેકોર્ડ કરવામાં આવ્યું હતું.

આ અંગેની વિગત મુજબ સવારે 5:19 વાગ્યે સિંધુપાલ ચોક જિલ્લાના રામચેની આસપાસ 5.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. દેશના પૂર્વ ભાગમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. આ ભૂકંપથી જાનહાનીના ખબર નથી.

(5:41 pm IST)