Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

દુનિયાભરના દેશો દર સેકંડે સેટેલાઇટ લોંચ કરી રહ્યા છે એવામાં અવકાશમાં પણ ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ

નવી દિલ્હી: દુનિયાભરના દેશો હવે દર વર્ષે સેંકડો સેટેલાઈટ લોન્ચ કરી રહ્યા છે.જેનુ આયુષ્ટ પુરુ થયા બાદ પણ તે ભ્રમણકક્ષામાં ફરતા રહે છે.હવે તેના કારણે અવકાશમાં પણ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે.

આના કારણે કટોકટીભરી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.જેમ કે અંતરિક્ષમાં બેકાર થઈ ચુકેલા રશિયન સેટેલાઈટ અને આવા જ એક ચાઈનિઝ રોકેટ વચ્ચે ટક્કર થતા રહી ગઈ છે.જો તેમની વચ્ચે ટક્કર થઈ હોત તો તેના કારણે સર્જાનારા હજારો ટુકડાથી બીજા દેશના સક્રિય સેટેલાઈટ્સ અને ઈન્ટરનેશન સ્પેસ સ્ટેશનને પણ ખતરો સર્જાયો હોત. અંતરિક્ષમાં ભંગાર બની ગયેલા પદાર્થોને ટ્રેક કરતી સંસ્થાએ એક સપ્તાહ પહેલા જ આ ટક્કરની આગાહી કરી હતી.રશિયન સેટેલાઈટ કોસમોસ અને ચીનના ચેંજ ઝેંગ રોકેટ એક બીજાની સામે ધસી રહ્યા હતા.તેમની ઝડપ પ્રતિ કલાક 52000 કિલોમીટરની હતી.જોકે બંને ઓબ્જેકટ એક બીજાથી માંડ 26 થી 141 ફૂટના અંતરે પસાર થઈ ગયા છે.જો બંને ટકરાયા હોત તો બીજા સેટેલાઈટ્સને ભારે નુકસાન થયુ હોત.હાલમાં અંતરિક્ષમાં 170 મિલિયન કરતા વધારે નિષ્ક્રિય પદાર્થો ફરી રહ્યા છે.જેને ભંગાર પણ કરી શકીએ છે.જેના પર હવે દુનિયાભરની અંતરિક્ષ સંસ્થાઓને નજર રાખવાની ફરજ પડી રહી છે.

(6:04 pm IST)