Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

અફઘાનિસ્તાનમાં તાલિબાની હુમલામાં એક વર્ષમાં સાત હજારથી વધુ નાગરિકોના મૃત્યુથી અરેરાટી

નવી દિલ્હી: તાલિબાની આતંકમાં સપડાયેલા અફઘાનિસ્તાનમાં આતંકી હુમલાઓ મોટા પ્રમાણમાં નાગરિકોનો ભોગ લીધો છે. એક રિપોર્ટ મુજબ એક વર્ષમાં અફઘાનમાં સાડા સાત હજારથી વધુ નાગરિકો માર્યા તાલિબાન-અફઘાન સંઘર્ષનો ભોગ બનતા જીવ ગુમાવ્યો હતો. અફઘાન માનવાધિકાર આયોગ મુજબ આંકડામાં 253 મહિલાઓ અમે 452 બાળકો સામેલ હતી.

          રિપોર્ટ સામે આવતા અફઘાનિસ્તાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ હતું કે અફઘાન જેલોમાં બંધ તાલિબાની આતંકીઓને મૂક્તિ આશાએ કરવામાં આવી હતી કે દેશમાં અમન અને શાંતિ કાયમ થાય, પરંતુ એવુ બન્યુ નથી. અફઘાન શાંતિના કોઇ રસ્તાને બંધ કરવા ઇચ્છતુ નથી. દરમિયાન અફઘાનિસ્તાનીઓએ દોહામાં ચાલી રહેલી તાલિબાન સાથે શાંતિ વાર્તોની ટાકી કરી હતી.

(5:06 pm IST)