Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

શું છે જાપાનમાં છોકરીઓને રક્તવાળા કપડાં પહેરવાનું કારણ ????

નવી દિલ્હી: આપણે જાતજાતની ફેશનના ટ્રેન્ડ જોયા છે. જેમ કે કપડા, વાળ, બુટ વગેરે વગેરેના ટ્રેન્ડ વિશે આપણે સાંભળ્યું પણ છે. સીઝન પ્રમાણે લોકો અલગ અલગ ટ્રેન્ડના કપડા પહેરતા હોય છે, સ્વાભાવિક છે પરંતુ પરંપરાગત વિચારવાળા દેશ જાપાનમાં હાલના દિવસોમાં એક અજીબોગરીબ ફેશન ટ્રેન્ડ કરી રહી છે. અહીંયા રસ્તાઓ પર યુવતીઓ લોહીના ડાઘથી લથપથ કપડા, આંખો નીચે કાળા વર્તૂળ અને ગાળામાં લોહીથી ભરેલી સિરિંજમાં જોવા મળી રહી છે. એટલું નહીં તેમના કપડાઓ પર લખેલું હોય છે કે, હું મરવા માંગુ છું. જાપાનમાં ટ્રેન્ડ કરી રહેલી ફેશનને યામી કવઈ કહેવામાં આવી રહી છે. ફેશન ડિપ્રેશન અને આત્મહત્યા સાથે જોડાયેલી છે. યામી કવઈ બે જાપાની શબ્દો મળીને બનેલો છે યામી અને કવઈ. યામીનો અર્થ થાય છે બીમાર અને કવઈનો અર્થ થાય છે ક્યૂટ. જાપાની ગલીઓમાં ઘણી બધી છોકરીઓ રીતે તૈયાર થયેલી નજરે પડે છે. રીતેની ફેશનથી છોકરીઓ જણાવવા માંગી રહી છે કે તેમનો વિચાર આત્મહત્યા કરવાનો છે અને તેમને મદદ જોઈએ છે. આમ તો યામી કવઈ ટર્મની શોધ વર્ષ 2015માં થઈ હતી, પરંતુ જાપાનમાં તેની લોકપ્રિયતા હવે વધી છે. જાપાની યુવતીઓમાં ડિપ્રેશન અને આત્મહત્યાના કેસ રોજબરોજ વધી રહ્યા છે.

(5:06 pm IST)