Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

કોરોનાના કહેર વચ્ચે આફ્રિકામાં ઇન્ટરનેટની સુવિધા ન હોવાથી બાળકોને ટીવીના માધ્યમથી શિક્ષણ આપવામાં આવે છે

નવી દિલ્હી:કોરોના વાયરસે દુનિયા આખીમાં બધાની હાલત ખરાબ કરી દીધી છે ત્યારે આર્થિક નુક્શાનની સાથો સાથ દેશના બાળકોનું ભવિષ્ય પણ પ્રભાવિત થયું છે. શહેરના વિસ્તારમાં  બાળકોને કોઈ ને કોઈ અલગ અલગ માધ્યમથી શિક્ષણ લેવાની નોબત આવી ગઈ છે. દુનિયાના અમુક વિસ્તારોમાં તો બાળકોના શિક્ષણ પર પણ ગ્રહણ લાગી ગયું છે.

           આફ્રિકાના અમુક શહેરોમાં બાળકોની શિક્ષા અને મનોરંજન બંનેનું સાધન હાલમાંતો  ટીવી બની ગયું છે. આફ્રિકી દેશ કેન્યાની રાજધાની નૈરોબીમાં બાળકો પોતાના માતા પિતા સાથે બેસીને ટીવી પર કાર્ટૂન પણ જોવે છે અને સાથો સાથ પોતાનો અભ્યાસ પણ ટીવીના માધ્યમથી લે છે.

(5:44 pm IST)