Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

દુનિયાના આ એકમાત્ર દેશ એવો છે કે જ્યાં પતિ-પત્ની નથી લઇ શકતા છૂટાછેડા

નવી દિલ્હી: ઉલ્લેખનીય છે કે ફિલિપાઇન્સ કેથોલિક દેશોના એક સમૂહનો ભાગ છે. કેથોલિક ચર્ચના પ્રભાવના કારણે જ આ દેશમાં છૂટાછેડાની કોઈ જોગવાઈ નથી. વર્ષ 2015માં જ્યારે પોપ ફ્રાન્સિસ ફિલિપાઇન્સ ગયા હતા, ત્યારે ત્યાંના ધર્મગુરૂઓને અપીલ કરી હતી કે છૂટાછેડા ઇચ્છનારા કેથોલિક લોકો પ્રત્યે સહાનુભૂતિનો દ્રષ્ટિકોણ રાખવો જોઇએ, પરંતુ ફિલિપાઇન્સમાં છૂટાછેડા લીધેલા કેથોલિક હોવું અપમાનજનક માનવામાં આવે છે. તેમને એ વાત પર ગર્વ છે કે દુનિયામાં ફિલિપાઇન્સ એકમાત્ર દેશ છે જ્યાં છૂટાછેડા નથી લઇ શકાતા.

           લગભગ 4 સદી સુધી ફિલિપાઇન્સ પર સ્પેનનું શાસન હતુ. આ દરમિયાન મોટાભાગની જનતાએ ઈસાઈ ધર્મ અપનાવ્યો. સમાજમાં કેથોલિક રૂઢિવાદી નિયમોએ પોતાના પગ જમાવ્યા, પરંતુ વર્ષ 1898માં સ્પેન-અમેરિકા યુદ્ધ થયું અને ફિલિપાઇન્સ પર અમેરિકાનું શાસન આવ્યું, ત્યારે છૂટાછેડા માટે એક કાયદો બનાવવામાં આવ્યો. વર્ષ 1917માં કાયદા પ્રમાણે લોકોને છૂટાછેડા માટેની પરવાગની તો આપવામાં આવી, પરંતુ એક શરત હતી. આ શરત હતી કે જો પતિ-પત્નીમાંથી કોઈ એડલ્ટરી કરતુ મળશે તો છૂટાછેડા લઇ શકાય છે.

(5:39 pm IST)