Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

અમેરિકાના ઉતરી કેડેલિફોર્નિયામાં યુનિવર્સીટી કૈંપસમાં ગોળીબારીની ઘટનાથી બે લોકોના મૃત્યુ

નવી દિલ્હી: અમેરિકાના ઉતરી કેલિફોર્નિયાના સાન જોસમા સ્ટેટ યુનિવર્સીટી કૈંપસના નજીકમા ગોળીબારીની ઘટનામાં બે લોકોના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે તેમજ અન્ય ચાર લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. પોલીસે જણાવ્યું છે કે આ હુમલામાં ચાર લોકોને ગંભીર રીતે ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વધુમાં મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ગોળીબારી સ્થાનિક સમયાનુસાર રાત્રીના 1 વાગ્યાની આસપાસ થઇ હતી આ હુમલામાં બે લોકોના ઘટનાસ્થળેજ મૃત્યુ નિપજ્યા હતા પોલીસ હજુ પણ હુમલાખોરની ઓળખ નથી કરી શકી તેવું માલુમ પડી રહ્યું છે.

(5:41 pm IST)
  • નેપાળના પ્રાઈમ મિનિસ્ટર કે.પી.શર્મા ઓલીએ શ્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી : બંને દેશ સાથે મળીને કામ કરશું તથા સબંધો વધુ મજબૂત કરીશું તેવી ભાવના વ્યક્ત કરી access_time 1:11 pm IST

  • " સર કટા શકતે હૈ ,લેકિન સર ઝુકા શકતે નહીં " : હું ક્ષત્રિયાણી છું : સ્વમાનના ભોગે સિદ્ધાંતમાં બાંધછોડ નહીં કરું : રાષ્ટ્રના સન્માન માટે અવાજ ઉઠાવીશ : રાષ્ટ્રવાદી તરીકે જીવીશ : જયહિન્દ : કંગના રનૌતનું ટ્વીટ access_time 1:00 pm IST

  • દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 70 વર્ષના થયા છે. દેશભરમાં ભારતીય જનતા પાર્ટી PM મોદીના જન્મદિવસને 'સેવા સપ્તાહ' તરીકે મનાવી રહી છે. આ સાથે જ દિગ્ગજ નેતાઓ દ્વારા PM મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઇને ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથસિંહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય મોટા નેતાઓએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. access_time 9:17 am IST