Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

અમેરિકાએ રશિયાના પ્રસ્તાવને નકારી દીધો

નવી દિલ્હી: અમેરિકા (United Stated of America)એ રશિયાના તે પ્રસ્તાવને નકારી દીધો છે, જેમાં બંન્ને દેશો વચ્ચે પરમાણુ હથિયારો (Nuclear Warhead)ને ન વધારવાની સંધિ છે. આ સંધિ થોડા સમય પહેલા સમાપ્ત થઈ ગઈ છે, ત્યારબાદ માનવામાં આવી રહ્યું હતું કે, દુનિયાના બંન્ને સુપર પાવર્સ વચ્ચે પરમાણુ હથિયારો (Nuclear Weapons)ને વધારવાની હોડ મચી શકે છે.

        અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (National Security Adviser) ઓ બ્રાયને કહ્યુ કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Russian President Vladimir Putin)એ એક વર્ષ માટે ન્યૂ સ્ટાર્ટ સમજુતીને વધારવાનો પ્રસ્તાવ આપ્યો હતો. પરંતુ ટ્રમ્પ વહીવટી તંત્રએ તેનો અસ્વીકાર કરી દીધો છે. ઓ બ્રાયને કહ્યુ કે, અમેરિકા પરમાણુ હથિયારો પર કડકાઇથી પ્રતિબંધ લગાવવાના પક્ષમાં છે. રશિયાએ પોતાના પ્રસ્તાવ પર ફરીથી વિચાર કરવાની જરૂર છે.

(5:56 pm IST)