Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

રશિયાએ અમેરિકાની ઊંઘ ઉડાવી દેતું ઘાતક હથિયાર તૈયાર કર્યું

નવી દિલ્હી: સુપરપાવર રશિયા (Russia)એ પરમાણુ ઊર્જાથી ચાલનારું એક એવું ઑટોનૉમસ ડ્રોન ટોરપીડો (Autonomous Drone Torpedo) તૈયાર કર્યું છે જે અમેરિકા (US)ના શહેરોમાં સુનામી લાવી શકે છે. આ રશિયન ટોરપીડોનું નામ પોસાઇડન (Poseidon Drone) છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) આ ડ્રોનને સેનામાં સામેલ કર્યું હતુ. રશિયન મીડિયા પ્રમાણે પુતિને આ ઘાતક ડ્રોન ટોરપીડોનું નિર્માણ એ માટે કરાવ્યું છે જેથી દુશ્મનના કોઈ મોટા હુમલાનો જડબાતોડ જવાબ આપી શકાય. રશિયાએ વાયદો કર્યો છે કે તે આ મહાવિનાશક ટોરપીડોનો ઉપયોગ પહેલા નહીં કરે.

           રશિયાના પોસાઇડન ડ્રોનથી ટેન્શનમાં આવેલા અમેરિકાના સહાયક વિદેશ મંત્રી ક્રિસ્ટોફર ફોર્ડે આરોપ લગાવ્યો છે કે આ હથિયાર અમેરિકાના શહેરોને તબાહ કરી શકે છે. તેમણે રશિયાની આંતરરાષ્ટ્રીય કાયદાની પ્રતિબદ્ધતા પર પ્રશ્ન ઉઠાવ્યો છે. ફૉર્ડે શુક્રવારના કહ્યું છે કે પોસાઇડન એક પરેશાન કરનારું હથિયાર છે. મારું માનવું છે કે રશિયાનો ઇરાદો આ ડ્રોનને અનેક મેટાગન પરમાણુ વૉરહેડની સાથે ફિટ કરવાનો અને તેને દરિયામાં લૉન્ચ કરવાનો છે જેથી રેડિયોએક્ટિવ સુનામી પેદા કરીને અમેરિકન શહેરોને પાણીની અંદર ડૂબાડવાનો છે.

(4:01 pm IST)