Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

ચીન સહીત 14 અન્ય દેશોએ વ્યાપાર સંબંધી કરારો માટે સહમતી વ્યક્ત કરી હોવાની માહિતી

નવી દિલ્હી: ચીન સહિતના 14 જેટલા દેશોએ વ્યાપાર સંબંધી કરારો માટે સહમતી વ્યક્ત કરી છે. એશિયાના દેશો વચ્ચે વ્યાપાર કરારો થઇ ગયા બાદ કોરોના મહામારી બાદ જે આિર્થક નબળી સિૃથતિનો સામનો કરવો પડી રહ્યો છે તેમાંથી બહાર આવવામાં મદદ મળશે. બીજી તરફ 15મા એશિયા સમ્મેલનમાં ભારત વતી વિદેશ મંત્રી એસ. જયશંકર પણ સામેલ થયા હતા. તેઓએ ચીનનું નામ લીધા વગર જ તેના પર નિશાન સાધ્યું હતું. તેઓએ દક્ષિણ ચીન સમુદ્રનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે જે પ્રકારની ઘટનાઓ સમુદ્રી વિસ્તારોમાં થવા લાગી છે તેનાથી એકબીજા પરનો વિશ્વાસ દેશો ગુમાવી રહ્યા છે. ચીનની અવળચંડાઇ હાલ આ દક્ષિણ ચીન સમુદ્રમાં વધી રહી છે જેને પગલે ભારતે ચીનનું નામ લીધા વગર આ આંતરરાષ્ટ્રીય વિવાદ પર પોતાનો મત વ્યક્ત કર્યો હતો. જ્યારે રવિવારે ચીન અને અન્ય 14 દેશો વ્યાપાર સંબંધી એક કરાર માટે સહમત થયા હતા. જેને રીજનલ કોમ્પહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપ આૃથવા તો આરસેપ નામ આપવામાં આવ્યું હતું. 

(4:02 pm IST)