Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

30 વર્ષ બાદ ફરી એક દેશ બ્રિટનના રાજાશાહી શાસનને ખતમ કરી રિપબ્લિક દેશ બનવા જઈ રહ્યો છે

નવી દિલ્હી: એક સમય હતો, જ્યારે બ્રિટનના રાજવંજશો દુનિયાના કેટલાય દેશો પર શાસન કરતા હતા. જો કે, ધીમે ધીમે આ દેશો બ્રિટેનની ચંગૂલમાંથી બહાર આવવા લાગ્યા. ત્યારે હવે 30 વર્ષ બાદ ફરી એક દેશ બ્રિટનના રાજશાહી શાસનને ખતમ કરી રિપબ્લિક દેશ બનવા જઈ રહ્યો છે. બારબેડોસે નિર્ણય કર્યો છે કે, હવે બ્રિટેનની રાણી એલિઝાબેથ-2 તેમના રાષ્ટ્રીય રાષ્ટ્રાધ્યક્ષ નહીં હોય. એલિઝાબેથ બ્રિટેન ઉપરાંત અન્ય 15 અને કોમનવેલ્થ દેશોની રાણી છે.

           લગભગ 3 લાખની વસ્તીવાળો આ દેશ બારબેડોસને 1966માં આઝાદી મળી ગઈ હતી. ત્યાર બાદ પણ તેમને બ્રિટિશ સિંહાસન સાથે ઔપચારિક રીતે સંબંધ બની રહ્યો હતો. દેશના ગવર્નર જનરલ સૈંડ્રા મેસનનું કહેવુ છે કે, હવે સમય આવી ગયો છે કે, આપણા ઈતિહાસને પાછળ છોડી દેવામાં આવે. દેશની જનતા પોતાનો રાષ્ટ્રાધ્યક્ષ ઈચ્છે છે. અમારા વિશ્વાસનું સબૂત છે કે, અમે શું ઈચ્છીએ છીએ અને શું મેળવી શકીએ છીએ.

(5:48 pm IST)