Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

વર્લ્ડ બેંક હ્યુમન કેપિટલ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ છે 116મોં

નવી દિલ્હી: વર્લ્ડ બેંક હ્યુમન કેપિટલ ઇંડેક્સ (Human Capital Index)માં 174 દેશોમાં ભારતનો 116મો રેન્ક આવ્યો છે. 2018ની સરખામણીમાં ભારતના સ્કોરમાં થોડી વૃદ્ધિ જોવા મળી છે. વર્લ્ડ બેંકે હ્યૂમન કેપિટલ ઇંડેક્સ મુજબ ભારતનો સ્કોર 2018માં 0.44 હતો જે હવે 0.49 છે.

        વિશ્વ બેંકે 2020 હ્યૂમન કેપિટલ ઇંડેક્સમાં 174 દેશની શિક્ષા અને આરોગ્યનો ડેટા લીધો છે. આ ડેટા લેવામાં આવેલ 174 દેશની કુલ 98 ટકા વસ્તી છે. આ હ્યૂમન કેપિટલ ઇંડેક્સમાં કોરોના પહેલા (માર્ચ 2020 સુધી) બાળકોને આપવામાં આવતી શિક્ષા અને આરોગ્યની સુવિધા પર મહત્વ આપવામાં આવ્યું છે.

(5:51 pm IST)