Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

અફઘાનિસ્તાન:ઈરાન સીમાઓ નજીક બજાર સ્થાપિત કરશે પાકિસ્તાન

નવી દિલ્હી:પાકિસ્તાન વ્યાપારિક ગતિવિધિઓને વધારો દેવા અને સીમાવર્તી વિસ્તારોના લોકોની મદદ કરવા માટે ફેબ્રુઆરી 2021 સુધી અફઘાનિસ્તાન અને ઈરાન સીમાઓ નજીક ત્રણ બજારોની સ્થાપના કરશે।પ્રધાનમંત્રી ઇમરાન ખાનના કાર્યાલયે આ વાતની જાણકારી આપી હોવાનું માલુમ પડી રહ્યું છે.

      સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ગુરુવારના રોજ ઇસ્લામાબાદમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકની યોજના પછી એક પાયલટ પ્રોજેક્ટ મુજબ બજારોની સ્થાપના કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ હેઠળ કુલ ત્રણ બજારોની સ્થાપના કરવામાં આવશે। બલુચિસ્તાનમાં બે અને ખૈબર પખ્તુનખવામાં એક સ્થાપના થશે અને સ્થાપનાનું કામ પૂર્ણ થયા પછી ફેબ્રુઆરી 2021 સુધી આ સંચાલિત થવા લાગશે તેવું માલુમ પડી રહ્યું છે.

(5:52 pm IST)