Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

ગ્રીસની વાયુ સેનામાં રાફેલ વિમાનો આવતા તુર્કી ગભરાયું

નવી દિલ્હી: ભારતની જેમ યુરોપિયન દેશ ગ્રીસે પણ ફ્રાન્સ પાસેથી રાફેલ લડાકુ વિમાનો ખરીદયા છે અને તેના કારણે ગ્રીસ સાથે શીંગડા ભેરવનાર ભારતના કટ્ટર દુશ્મન તુર્કી પણ ફફડી ગયુ છે. આમ ભારતીય ઉપખંડની સાથે સાથે યુરોપમાં પણ રાફેલના દબદબાની ચર્ચા છે.તુર્કીને ડર લાગી રહ્યો છે કે, રાફેલ જેટ મેળવ્યા બાદ ગ્રીસની હવાઈ તાકાત અનેકગણી વધી જશે.જેના પગલે તુર્કીએ દરિયામાં એર ડિફેન્સ ક્ષમતા ચકાસવા માટે અભ્યાસ કર્યો હતો.

              ભૂમધ્ય સમુદ્રમાં દાદાગીરી કરવા માટેના સપના જોઈ રહેલા તુર્કીની સામે ગ્રીસ પડ્યુ છે.તુર્કી ગ્રીસ એરફોર્સમાં સામેલ થનારા રાફેલના કારણે ડરી રહ્યુ છે.બંને દેશો પાસે અમેરિકાના એફ-16 લડાકુ વિમાનો પહેલેથી છે પણ રાફેલના ઉમેરાવાથી ગ્રીસની તાકાત વધી જવાની છે તે નિશ્ચિત છે.ફ્રાંસે તો ખુલ્લેઆમ ગ્રીસનો સાથ આપવાનુ એલાન કરી દીધુ છે.

(5:47 pm IST)