Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

કોરોનાને નકલી બીમારી ગણાવતા સોશિયલ મીડિયા ફિટનેસ સ્ટારનું કોરોનાથી જ થયું મૃત્યુ

નવી દિલ્હી: સોશિયલ મીડિયા ફિટનેસ સ્ટારની કોરોના વાયરસના કારણે મોત થઇ છે, જેણે થોડા સમય પહેલા કોરોનાને નકલી બીમારી ગણાવી હતી. 33 વર્ષના વ્યક્તિ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહેતો હતો અને ઈન્સ્ટાગ્રામ પર તેના 10 લાખથી વધારે ફોલોઅર્સ હતા. કોરોનાને નકલી બીમારી કહેનાર વ્યક્તિ ફિટનેસ ઈન્ફ્લૂએંસર હતો અને જે ઈન્સ્ટાગ્રામ પર ફિટનેસથી જોડાયેલા વીડિયો શેર કરતો હતો. હાલમાં જ તે તુર્કીની ટ્રિપ પર ગયો હતો.

            કોરોનાથી મોત થનારા આ 33 વર્ષના યુવકનું નામ દિમિત્રી સ્ટુહુક છે. દિમિત્રી યૂક્રેનનો રહેનારો હતો. પણ તેમના ફોલોઅર્સ જુદા જુદા દેશોમાં રહે છે. ત્યાંથી પરત ફર્યા પછી દિમિત્રી કોરોના સંક્રિમત થઇ ગયો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સ્કાઇ ન્યૂઝની રિપોર્ટ અનુસાર, કોરોનાથી બીમાર રહેતા સમયે યુવકને હાર્ટથી જોડાયેલી સમસ્યાઓ થવા લાગી અને પછી તેનું મોત થઇ ગયું.

(6:08 pm IST)