Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

અફઘાનિસ્તાન: ખૂની ઝડપમાં 7 સૈનિકો સહીત પાંચ તાલિબાની લડાકુના મૃત્યુ

નવી દિલ્હી:અફઘાનિસ્તાનના ઉતરી કૂદુંજ પ્રાંતમાં ઇમામ સાહિબ જિલ્લામાં શનિવારના રોજ રાત્રીના સમયે ખૂની ઝડપમાં સેનાના 7 જવાનો સહીત 5 તાલિબાની લડાકુઓના મૃત્યુ નિપજ્યા  હોવાનું માલુમ પડી રહ્યું છે. જિલ્લા પ્રમુખ મહેબુબબુલ્લાહે જણાવ્યું હતું કે આ ઘટના ત્યારે બની હતી જયારે ફ્રોશન અને બખમલ કોચ વિસ્તારમાં અજાણ્યા હથિયારબંધ ઉગ્રવાદી અફઘાન નેશનલ  ડિફેંસ એન્ડ સિક્યોરિટી ફોર્સનાજગ્યા પર હુમલો કરવા માટે પહોંચ્યા હતા. એએનડીએસએફના 3 સભ્યો અને 5 અન્ય ઉગ્રવાદી પણ તેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્તથયા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:10 pm IST)
  • બાંગલાદેશના 50 માં સ્વાતંત્ર્ય દિન નિમિતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ઢાકા જશે : 26 માર્ચ 2021 ના રોજ થનારી ઉજવણી માટે મળેલા આમંત્રણનો સ્વીકાર : 1971 ની સાલમાં 26 માર્ચના રોજ પાકિસ્તાનથી અલગ પડી બાંગલાદેશ આઝાદ થયો હતો. access_time 12:00 pm IST

  • 20 ઓક્ટોબરથી બિહારના ચૂંટણી પ્રચારમાં યોગી આદિત્યનાથની એન્ટ્રી : આવતીકાલ મંગળવારે રામગઢ ,અરાવલ ,તથા કારકટ ,બુધવારે જમુઈ ,તરરી,તથા પાલીગંજ ,સાથે કુલ 6 રેલી સંબોધશે : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 23 ઓક્ટોબરથી 3 નવેમ્બર દરમિયાન 12 રેલી સંબોધશે access_time 12:25 pm IST

  • રાજકોટ માં વીજળી ના કડાકા ભડાકા સાથે સાંજે 1 કલાક માં બેફામ 2 ઇંચ વરસાદ.રોડ પર નદીઓ વહી. વીજળી ના ભયંકર અવાજ થી લોકો ફફડી ઉઠ્યા.ફાયર બ્રિગેડમાં સામા કાંઠે 55 મી.મી. અને જુના રાજકોટ માં 45 મી મી. વરસાદ નોંધાયો .હજુ અસહ્ય બફારો યથાવત.ફફડી access_time 8:44 pm IST