Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

અમેરિકામાં સર્જાઈ ટોયલેટ પેપરની તંગી: મોટી મોટી કંપનીઓ થાકી ગઈ

નવી દિલ્હી: અમેરિકામાં છેલ્લાં કેટલાંક દિવસથી કોરાનાનું સંક્રમણ વધવાને કારણે લોકોએ ટોયલેટ પેપરની ખરીદી મોટી માત્રમાં શરૂ કરતા દુકાનોમાં ટોયલેટ પેપેરનો જથ્થો ખુટી પડયો છે.દુકાનદારોએ મજબુરીમાં હવે ટોયલેટ પેપર ખરીદવીના સીમા નક્કી કરવી પડી છે.મતલબ કે દુકાનદારો મોટા જથ્થામાં હવે ટોયલેટ પેપર આપતા નથી. માર્ચમાં જયારે અમેરિકામાં કોરાનોના કેસ વધ્યા હતા ત્યારે લોકોએ ટોયલેટ પેપરનો સ્ટોક કરવા માટે મોટા પાયે ખરીદી કરી હતી.

     વોલમાર્ટે મંગળવારે કહ્યું હતું કે કેટલીક દુકાનોમાં ટોયલેટ પેપરની માગ એટલી વધી ગઇ છે કે પુરવઠો પુરો પાડવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.સુપર માર્કેટ ચેન ક્રોગર અને પબલિકસે ટોયલેટ પેપરની ખરીદી માટે સીમા નક્કી કરી છે. તો અમેઝોન પણ ઉત્પાદનોને વેચી ચુક્યું છે.અમેરિકામાં કોવિડ-19ની માર્ચમાં શરૂઆત થઇ ત્યારે પણ લોકોએ ટોયલેટ પેપર અને એવા ઉત્પાદનો મોટા પાયે ખરીદીને જમા કરી લીધા હતા.

(6:06 pm IST)