Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

કોરોના કાળમાં દર પાંચમા અમેરિકી શખ્સને થયો ફાયદો:20ટકા લોકોને મહામારી દરમ્યાન નુકશાનને બદલે લાભ થયો હોવાની માહિતી

નવી દિલ્હી: કોરોનાથી ભલે આર્થિક નુકસાન થયું હોય, બેરોજગારી વધી હોય અમીર વધુ અમીર બન્યા છે, કોરોના કાળમાં દર પાંચમાં અમેરિકી અમીર કોરોના કાળમાં માલામાલ થયો છે. ભલે વાત અજબ લાગે પણ એક હાલનો રિપોર્ટ માનીએ તો અમેરિકામાં 20 ટકા લોકોને મહામારી દરમિયાન નુકસાનને બદલે ફાયદો થયો છે. તેમના માટે વર્ક ફ્રોમ હોમ-ઘરથી કામ કરવું માત્ર સરળ રહ્યું બલકે વ્યાજ દરમાં રેકોર્ડ બ્રેક કપાત જેવા ઇમર્જન્સી નિર્ણયોથી તેઓ બહેતર નાણાંકીય વ્યવસ્થાની સ્થિતિમાં પહોંચી ગયા હતાં.

વર્જિનિયા સ્થિત મુખ્ય રિસર્ચ સંસ્થાન વિલિયમ એન્ડ મેરીના વિશેષજ્ઞોએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં 20 ટકા અમેરિકીઓએ નવા દરો પર લોન મેળવી તેઓ શહેરોથી દૂર ખુબ સસ્તા દરે ઘર ખરીદતા જોવા મળ્યા. તો શેરબજારમાં રોકાણનો પણ તેમને સારો-એવો લાભ મળ્યો, જો કે સિક્કાની બીજી બાજુએ છે કે મહામારીમાં અમેરિકામાં સેંકડો ઉદ્યોગ ધંધા બંધ થઇ ગયા હતા. એક કરોડથી વધુ અમેરિકીઓ નોકરીની તલાશમાં ભટકી રહ્યા છે. લગભગ ત્રણ કરોડ અમેરિકીઓ રાત્રે ભૂખ્યા પેટે સુવા મજબૂર છે. હાર્વર્ડ યુનિવર્સિટી સાથે સંલગ્ન સંશોધન સંસ્થાન ઓપરર્યુનિટી ઇનસાઇટએ જણાવ્યું હતું કે અમેરિકામાં આર્થિક અસમાનતા છેલ્લા પાંચ દાયકામાં સર્વાધિક સ્તરે પહોંચી છે. પ્રશાલન તરફથી જાહેર આર્થિક પેકેજ ઉપયોગિતા પર પણ સવાલ ઉઠયા છે.

(5:42 pm IST)