Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

યુકેની સર્વોચ્ચ અદાલતે ઉબેરના ડ્રાઈવરોને લઈને કર્યો આ મહત્વનો ચુકાદો

નવી દિલ્હી; ભાડે આપતી ટેક્સીની મોટી કંપની ઉબેરે તેના ડ્રાઇવરોને સ્વરોજગાર ગણવાને બદલે કામદાર તરીકે વર્ગીકૃત કરીને તેમને લઘુત્તમ પગાર, રજાઓ અને માંદગીના લાભ આપવો જોઇએ,એમ યુકેની સર્વોચ્ચ અદાલતે આજે કહ્યું હતું.અમેરિકન કંપની સાથે લાબા સમયથી ચાલ્યા આવતા વિવાદના પગલે આ નિર્ણય લેવાયો હતો. ડ્રાઇવરોના એક જુથે તેમને થર્ડ પાર્ટી ઇન્ડીપેન્ડન્ટ અને સ્વરોજગાર ગણવાને બદલે કામદાર ગણવાની ઝુંબેશ શરૂ કરી હતી.

આનો અર્થ એ થયો કે બ્રિટનના કાયદા હેઠળ કામદારોને જે લાભ મળે છે તે તમામ ઉબેરના ડ્રાઇવરોને મળવા જોઇએ. સુપ્રીમ કોર્ટના ચૂકાદામાં મહત્ત્વનો મુદ્દો એ હતો કે ઉબેરે તેના ડ્રાઇવરોને જ્યારથી તેઓ કામે ચઢે ત્યારથી જ ફરજ પુરી કરે ત્યાં સુધી કામદાર ગણે.

'અમારા અસીલો વર્ષોથી કામદારો માટે લડાઇ લડી રહ્યા છે, આમ અમને આનંદ એ વાતનો થયો કે અમારી લડતનો અંત સારો આવ્યો'એમ આ કેસમાં સામેલ કેટલાક ડ્રાઇવરોનું પ્રતિનીધીત્વ કરનાર લો ફાર્મ લીઘ ડેની ટીમમાં રહેલા નિગેલ મેકકે એ ક્હયું હતું.તેમણે વધુમાં કહ્યું હતું કે અગાઉ પણ કર્મચારીઓની એક ટ્રિબ્યુનલ, એમ્પ્લોમેન્ટ અપીલ ટ્રાબ્યુનલ અને કોર્ટ ઓફ અપીલે ચૂકાદો આપ્યો હતો કે ઉબેરના ડ્રાઇવરો કામદારના હક્કોને પાત્ર છે.

(5:42 pm IST)