Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

આવતા મહિને ઇઝરાયલ માનવ પરીક્ષણ વેક્સિનનું ઇંડોનેશિયામાં ટ્રાયલ શરૂ કરી શકે છે

નવી દિલ્હી: વિશ્વમાં કોરોના સંક્રમણને રોકવા માટેની વેકિસન તૈયાર કરવાની દોટ શરુ થઇ છે તે વચ્ચે ઇઝરાયલ દ્વારા કોરોનાની બ્રીલાઇફ વેકિસન ઇઝરાયલ ઇન્સ્ટીટયુટ ઓફ બાયોલોજીકલ રિસર્ચ દ્વારા તૈયાર કરવામાં આવી છે. અને આગામી મહિને તે ઇન્ડોનેશિયામાં 18 થી 59 વર્ષના લોકોને આપવાનું શરુ કરાશે. અને પ્રથમ તબક્કામાં જે સમુદાય સંક્રમણ માટે વધુ જોખમી ગણાય છે તેને આપવામાં આવશે. ઇન્ડોનેશિયાના ડ્રગ એન્ડ ફૂડ સુપરવાઈઝર એજન્સી દ્વારા ઇઝરાયલને તેની વેકિસનનું માનવ પરીક્ષણ કરવા માટે ઇન્ડોનેશિયાના સમુદાયને વેકિસીનેશન કરવા મંજૂરી આપવામાં આવી છે અને ઇઝરાયલ સૌ પ્રથમ વિમાની મથકના કર્મચારીઓ, સૈનિકો, તબીબી સ્ટાફ, પોલીસ તથા સાર્વજનિક સેવામાં જોડાયેલા લોકોને વેકિસીન આપશે.

(6:17 pm IST)