Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

અમેરિકાના ઇતિહાસમાં 70 વર્ષમાં કોઈ મહિલાને પ્રથમવાર આપવામાં આવશે ફાંસીની સજા

નવી દિલ્હી: અમેરિકામાં અંદાજે સાત દશકા એટલે કે 70 વર્ષ બાદ પહેલી વખત કોઈ મહિલાને મોતની સજા આપવામાં આવી રહી છે. મહિલાને એક ગર્ભવતિની હત્યા કરવા અને પછી તેનું પેટ કાપીને બાળકનું અપહરણ કરવાના ગુનામાં દોષિત ઠેરવવામાં આવી હતી. કોર્ટના ચુકાદા બાદ હવે તેને આગામી 8 ડિસેમ્બરે જીવલેણ ઈન્જેક્શન લગાવીને મૃત્યુદંડ આપવામાં આવશે.

              અધિકારીઓના જણાવ્યા મુજબ વર્ષ 2004માં લિસા માન્ટગોમેરી નામની મહિલાએ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. ત્યારે 36 વર્ષીય માન્ટોગોમૈેરીએ સૌથી પહેલાં 8 મહિનાની ગર્ભવતી સ્ટીનેટની દોરડા વડે ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પછી તેનું પેટ ચીરીને બાળકને લઈને ફરાર થઈ ગઈ હતી. પકડાઈ જવા પર મોન્ટગોમરીએ મિસૌરીની અદાલતમાં અપરાધ સ્વીકાર કરી લીધો હતો અને પછી 2008માં જજે તેને અપહરણ અને હત્યાની દોષિત ઠેરવી હતી. જો કે મામલાની સુનાવણી દરમિયાન દોષિતના વકીલોએ કોર્ટમાં તેના બીમાર હોવાનો તર્ક આપ્યો હતો પરંતુ જજે તે દલીલને ફગાવી હતી.

(6:18 pm IST)