Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ભારતમાં તાઇવાનને લઈને વધતા સમર્થનને જોઈ ચીન થયું સ્તબ્ધ

નવી દિલ્હી: ચીન લાંબા સમયથી તાઇવાન (Taiwan)પર પોતાનો દાવો કરતું આવ્યું છે અને તાઇવનનું સમર્થન કરનાર બીજા દેશોને પણ ધમકાવે છે. આ દરમિયાન ભારતમાં તાઇવાન (India-Taiwan Relation) ને લઇને વધતા સમર્થન જોઇ ચીન સ્તબ્ધ થઇ ગયું છે. ચીની સમાચાર પત્ર ગ્લોબલ ટાઇમ્સ (Global Times)ના સંપાદકે સીધી ધમકી આપી છે કે જો ભારતીય શક્તિઓ તાઇવાનને લઇને રમે છે તો ચીન પૂર્વોત્તરને ભારતથી અલગ કરવાની કાર્યવાહી કરી શકે છે.

        તમને જણાવી દઇએ કે ભારતીય મીડિયા (Indian Media)એ તાઇવાનના વિદેશ મંત્રી જોસફ (Joseph Wu) નો ઇન્ટરવ્યૂ લીધો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે તાઇવાન ક્યારે ચીનનો ભાગ રહ્યું નથી. આ સાથે જ તેમણે દુનિયાભરના લોકો સાથે તાઇવાનના અસ્તિત્વને સ્વિકાર કરવાની પણ અપીલ કરી હતી. ત્યારબાદ ભારતમાં હાજર ચીની દૂતાવાસે પણ આપત્તિ વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તાઇવાનને મંચ આપતાં વન-ચાઇના પોલિસી (One-China Policy)નું ઉલ્લંઘન થયું છે.

(5:52 pm IST)