Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ઓક્સફર્ડ યુનિવર્સીટીના વૈજ્ઞાનિકોની અનોખી શોધ:5 મિનિટમાં થઇ જશે કોરોના વાયરસનો ટેસ્ટ

નવી દિલ્હી: બ્રિટનની ઓકસફર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ પાંચ મીનીટથી પણ ઓછા સમયમાં કોરોના વાયરસ ઓળખી કાઢવા રેપીડ કોવિડ 19 ટેસ્ટ બનાવી છે. તેમના દાવા મુજબ એરપોર્ટ અને બીઝનેસીસ જેવા સ્થળોએ માસ-સામુહિક ટેસ્ટીંગ માટે આ ટેસ્ટીંગ ડિવાઈસનો ઉપયોગ થઈ શકશે. આ ડિવાઈસનું 2021થી શરુઆતમાં પ્રોડકશન શરુ થશે, અને એના 6 માસ પછી એપ્રુવ્ડ ડિવાઈસ બજારમાં મળશે. સંશોધકોએ જણાવ્યું હતું કે આ ડિવાઈસ કોરોના વાયરસ શોધી ઉંચી સચોટતા સાથે અન્ય વાયરસથી અલગ હોવાનું ઓળખી કાઢશે. ઓકસફર્ડ યુનિવર્સિટીના ફીઝીકસ વિભાગના પ્રોફેસર એશિલ્સ કાપાનિડિસએ જણાવ્યું હતું કે અમારી મેથડ ઝડપથી વાયરસ પાર્ટીકલ્સ શોધી કાઢે છે.કોરોના વાયરસ હજુ પણ ફેલાઈ રહ્યો છે ત્યારે અર્થતંત્રો ખોલવા માલ ટેસ્ટીંગ માટે રેપીડ એન્ટીજેન ટેસ્ટ મહત્વના ગણાય છે. અલબત, પીસીઆર ટેસ્ટ કરતા આવા ટેસ્ટ ઝડપી અને સસ્તા હોવા છતાં ઓછા ભરોસાપાત્ર છે.

(5:52 pm IST)